‘પુષ્પા 2’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ, હવે આ દિવસે રિલીઝ થશે અલ્લુ અર્જુનની ફિલ્મ

છેલ્લા બે વર્ષથી ચાહકો ‘પુષ્પા 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે હવે ફરી એકવાર આ ફિલ્મની રિલીઝ ડેટ બદલવામાં આવી છે, પરંતુ આ વખતે ફેન્સ માટે કોઈ ચિંતાની વાત નથી, સારા સમાચાર આવ્યા છે. પેન ઈન્ડિયા સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંથી એક છે. 2022માં રિલીઝ થયેલી ‘પુષ્પા 1: ધ રાઈઝ’એ દક્ષિણના સૌથી મોટા સુપરસ્ટાર પૈકીના એક અલ્લુ અર્જુનને પેન ઈન્ડિયા લેવલ પર પહેલીવાર રજૂ કર્યા હતા. મૂળ તેલુગુ વર્ઝનની સાથે, આ ફિલ્મ તમિલ, મલયાલમ, કન્નડ અને હિન્દીમાં પણ રિલીઝ થઈ હતી.

અલ્લુ અર્જુનની લોકપ્રિયતા સમગ્ર ભારતમાં જોરદાર હતી પરંતુ ‘પુષ્પા’ તેની પહેલી ફિલ્મ બની જે હિન્દીમાં સુપરહિટ સાબિત થઈ. છેલ્લા બે વર્ષથી ‘પુષ્પા 2’ની આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકો માટે સારા સમાચાર છે. હવે અલ્લુ અર્જુનની ફિલ્મ ટૂંક સમયમાં આવશે.’પુષ્પા 2: ધ રૂલ’ના નિર્માતાઓ અને વિતરકોએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ ઇવેન્ટમાં ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી હતી.

અલ્લુ અર્જુનની ફિલ્મ અગાઉ 6 ડિસેમ્બરે શેડ્યૂલ કરવામાં આવી હતી અને થોડા દિવસો પહેલા આવેલા પોસ્ટરોમાં પણ આ જ તારીખ હતી.પરંતુ તાજેતરમાં જ નિર્માતાઓએ અલ્લુ અર્જુનના ચાહકોને એક મોટું સરપ્રાઈઝ આપ્યું અને જાહેરાત કરી કે હવે આ ફિલ્મ એક દિવસ પહેલા રિલીઝ થશે. આના થોડા સમય બાદ અલ્લુ અર્જુને તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું જેમાં રિલીઝ ડેટ 5 ડિસેમ્બર દર્શાવવામાં આવી છે.

વિકી કૌશલની મુશ્કેલીઓ વધી
બોલિવૂડ સ્ટાર વિકી કૌશલની પિરિયડ ડ્રામા ફિલ્મ ‘છાવા’ બોક્સ ઓફિસ પર ‘પુષ્પા 2’ સાથે ટક્કર કરવા જઈ રહી હતી. આ ફિલ્મનું ટીઝર થોડા સમય પહેલા આવ્યું હતું, જેમાં ફિલ્મની રિલીઝ ડેટ 6 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે ‘પુષ્પા 2’ની તારીખ બદલવાથી ‘છાવા’ને નુકસાન થઈ શકે છે. એક દિવસ પહેલા રિલીઝ થવાથી અલ્લુ અર્જુનની ફિલ્મને પ્રારંભિક વાતાવરણ મળશે, જે ‘છાવા’ માટે સમસ્યા બની શકે છે.

‘પુષ્પા 2’ એ વર્ષની સૌથી મોટી ભારતીય ફિલ્મોમાંની એક છે અને આ ફિલ્મ ‘છાવા’ કરતાં ભાર વધારે ધરાવે છે. વિકી કૌશલની અલ્લુ અર્જુન સાથે સરખામણી કરવી અયોગ્ય ગણાશે.આવી સ્થિતિમાં હવે ‘છાવા’ના મેકર્સ શું પગલા ભરે છે તે જોવું રહ્યું. ‘પુષ્પા 2’માં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદાના, ફહાદ ફાઝીલ તેમજ જગપતિ બાબુ અને પ્રકાશ રાજ પણ જોવા મળશે.

Devarsh