બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીની ફેમસ અને હોટ એક્ટ્રેસ તમન્ના ભાટિયા પોતાના લુક્સ, એક્ટિંગ અને રિલેશનશિપને લઈને ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં જ તમન્ના ભાટિયાએ શુક્રવારના રોજ એટલે કે 25 ઓક્ટોબરે રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. આ દિવાળી સેલિબ્રેશનમાં અન્ય સ્ટાર્સે પણ ભાગ લીધો હતો.

તમન્ના ભાટિયા એક કિરમજી મેજેેંટા કલરના સિંપલ સાટિન લહેંગામાં જોવા મળી હતી. આ લુક સાથે તેણે હેવી ગોલ્ડન, ગ્રીન અને પિંક કુંદન જ્વેલરી પહેરી હતી. આ લહેંગા સાથે તમન્નાએ ડીપનેક બ્લાઉઝ અને દુપટ્ટો કેરી કર્યો હતો. તમન્ના આ પાર્ટીમાં બોયફ્રેન્ડ વિજય વર્મા સાથએ જોવા મળી હતી. કપલે એકસાથે ફોટા પણ ક્લિક કરાવ્યા હતા.

વિજય વર્મા પણ આ દરમિયાન સ્ટાઈલમાં કોઈ પણ બાબતમાં ગર્લફ્રેન્ડ તમન્નાથી ઓછો નહોતો. અભિનેતાએ બ્લેક શર્ટ સાથે બ્લેક ફ્લેર્ડ પેન્ટની જોડી બનાવી હતી, જ્યારે ઓલિવ ગ્રીન જેકેટ તેની સ્ટાઇલમાં વધારો કરી રહી હતી. આ દરમિયાનની બંનેની ઘણી તસવીરો સામે આવી છે અને વીડિયો પણ સામે આવ્યા છે.

એક વીડિયોમાં વિજય વર્મા અને તમન્ના પેપરાજી સાથે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. બાદમાં તેઓએ મીડિયાને દિવાળીની શુભેચ્છા પણ પાઠવી. પાર્ટીમાં હાજરી આપ્યા પછી લવબર્ડ્સ એકસાથે બહાર નીકળતા જોવા મળ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, તમન્ના ભાટિયા અને વિજય વર્માએ ડિસેમ્બર 2022માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું.

જો કે બંનેએ શરૂઆતમાં તેમના સંબંધો વિશે મૌન રાખ્યું પણ તમન્નાએ આખરે જૂન 2023માં એક ઇન્ટરવ્યુમાં વિજય સાથે ડેટિંગની પુષ્ટિ કરી હતી. આ દરમિયાન તેણે તેને તેની ‘હેપ્પી પ્લેસ’ કહ્યું હતું. વર્કફ્રન્ટની વાત કરીએ તો, તમન્ના ભાટિયા છેલ્લે નિખિલ અડવાણીની ફિલ્મ ‘વેદા’માં જોવા મળી હતી.
View this post on Instagram
આ ફિલ્મમાં તેની ખાસ ભૂમિકા હતી. તેણે હાલમાં જ અમર કૌશિકની હોરર-કોમેડી ‘સ્ત્રી 2: સરકટે કા આતંક’માં કેમિયો પણ કર્યો હતો. તમન્ના હવે અશોક તેજા દ્વારા નિર્દેશિત તેલુગુ સુપરનેચરલ ફિલ્મ ‘ઓડેલા 2’માં જોવા મળશે. વિજય વર્માની વાત કરીએ તો તે છેલ્લે ‘IC 814: ધ કંધાર હાઇજેક’ સીરીઝમાં જોવા મળ્યો હતો. હવે તેની પાસે ‘સૂર્યા 43’ પાઇપલાઇનમાં છે.
View this post on Instagram
