દીકરાઓ સામે BF સાથે લિપલોક કરવા પર ટ્રોલ થઇ હ્રતિક રોશનની એક્સ વાઇફ સુઝૈન ખાન, જુઓ વીડિયો

ઘોર કળયુગ: દીકરાઓ સામે બોયફ્રેન્ડ સાથે હોંઠ પર હોંઠ ચડાવી કિસ કરવા લાગી હ્રતિક રોશનની એક્સ વાઇફ સુઝૈન ખાન, જુઓ વીડિયો

છૂટાછેડા પછી કેટલાક બોલિવૂડ સ્ટાર્સ તેમના પાર્ટનર સાથે મિત્રતાનો સંબંધ જાળવી રહ્યા છે, જેમાં ગ્રીક ગોડ કહેવાતો હ્રતિક રોશન નામ પણ સામેલ છે. લગ્નના 14 વર્ષ બાદ હ્રતિકે તેની પત્ની સુઝૈન ખાનને છૂટાછેડા આપી દીધા હતા. જો કે છૂટાછેડા બાદ પણ બંને મિત્રોની જેમ એકબીજા સાથે જોડાયેલા છે. જો કે બંને અંગત જીવનમાં આગળ વધી ગયા છે.

સુઝૈને હાલમાં જ રાત્રે તેનો 49મો જન્મદિવસ ઉજવ્યો હતો. જે સેલિબ્રેશનમાં તેના બે પુત્રો, બોયફ્રેન્ડ અર્સલાન ગોની, હ્રતિક અને તેની ગર્લફ્રેન્ડ સબાએ હાજરી આપી હતી. સુઝૈનની બર્થ ડે પાર્ટીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ લોકો તેને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. સુઝૈને તેના જન્મદિવસની ઉજવણીમાં બ્લેક ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

સુઝૈન ખાનનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં તે તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે લિપ-લોક કરતી જોવા મળી રહી છે, જેના કારણે લોકો ગુસ્સે થઈ ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેક કાપતા પહેલા સુઝૈન હાથમાં ચાકુ પકડીને અર્સલાનના હોઠ પર કિસ કરે છે. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે બોયફ્રેન્ડને કિસ કર્યા બાદ સુઝૈન ખાન તેના બે પુત્રોને ગળે લગાવે છે અને તેમના પર પ્રેમ વરસાવે છે.

હ્રતિક તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે સુઝેનની પાર્ટીમાં સામેલ થયો હતો. સુઝૈનને તેના પૂર્વ પતિ અને બાળકોની સામે બોયફ્રેન્ડ અર્સલાન ગોનીને આ રીતે કિસ કરતી જોઈને લોકો ગુસ્સે થઈ ગયા છે અને તેની ટીકા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ સુઝૈન ખાનના કિસ વીડિયો પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે, તો કેટલાક લોકો તેની મજા પણ લઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina