હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા તેના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે 23 જૂનના રોજ રજિસ્ટર મેરેજ કરવાની છે, આ લગ્ન માટે તેના પિતા એટલે કે સુપરસ્ટાર શત્રુઘ્ન સિન્હાના ઘરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. એક્ટ્રેસની પ્રી-વેડિંગ સેરેમની પણ શરૂ થઇ ગઇ છે જેની તસવીરો સામે આવી છે.
સોનાક્ષી અને ઝહીર ઈકબાલના લગ્નને લઈને ચાહકો ખૂબ જ ઉત્સુક છે અને દરેક વ્યક્તિ અભિનેત્રી સોનાક્ષી સિંહાને દુલ્હનના રૂપમાં જોવા માંગે છે. તાજેતરમાં જ કપલની હલ્દી અને મહેંદી સેરેમની યોજાઇ હતી જેની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરો ઝહીરની બહેન અને સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ સનમના મિત્ર ઝહીર અલી મુંશીએ શેર કરી છે.
ઝફરે લખ્યું, ‘હું ખૂબ જ ઉત્સાહિત છું અને આખરે સોના ઓફિશિયલી બેન્ડસ્ટેન્ડ બિલ્ડિંગના A ક્લેનમાં આવી ગઇ છે.’ જણાવી દઈએ કે આ ઝહીર ઈકબાલના ઘરનું સરનામું છે. જે તસવીરો સામે આવી છે તેમાં સોનાક્ષી અને ઝહીર એક તરફ પરિવારના સભ્યો સાથે જોવા મળે છે. કેટલીક તસવીરોમાં સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિન્હાના ભાઈ અને પરિવારના ઘણા સભ્યો આ લગ્નમાં હાજરી આપવા માટે મહેંદી સેરેમનીનો આનંદ લેતા જોવા મળે છે.
સોનાક્ષી અને ઝહીર રજિસ્ટર્ડ લગ્ન કરશે, જે ઝહીર ઈકબાલના ઘરે થશે. આખા પરિવાર માટે આ ખૂબ જ ખુશીની ક્ષણ છે. એવી ચર્ચા છે કે આ કપલ આજે એટલે કે 22 જૂને સગાઈ કરવા જઈ રહ્યું છે. 23 જૂનના રોજ સવારે બંનેના રજિસ્ટર્ડ મેરેજ થશે અને સાંજે મુંબઈના દાદરમાં શિલ્પા શેટ્ટીના બાસ્ટિયન રેસ્ટોરન્ટમાં રિસેપ્શન પાર્ટી હશે.
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
View this post on Instagram
Shadi wala ghar is all decorated Bas ab baarat aane ka intezar hai Kuch pal main dikhegi super hit jodi sona and Zaheer.
View this post on Instagram