T20 વર્લ્ડ કપ : જે બેટથી રમે છે ક્રિકેટર, એ કેટલા રૂપિયાનું આવે છે ? બોલની કિંમત જાણી તો રહી જશો હેરાન

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

ક્રિકેટના મહાસંગ્રામ T-20 વર્લ્ડ કપનું આયોજન થઈ રહ્યું છે. ક્રિકેટ પ્રેમીઓ માત્ર ભારતની જ નહીં પરંતુ અન્ય ટીમોની મેચો પણ મિસ નથી કરી રહ્યા. આ બધુ તો ઠીક છે પરંતુ શું તમે ક્યારેય ખેલાડીઓની એક્સેસરીઝ પર ધ્યાન આપ્યું છે ? શું તમે જાણો છો કે તમારો ફેવરેટ ખેલાડી જે બેટથી રમે છે તેની કિંમત કેટલી છે ? અથવા તમારો ફેવરેટ ખેલાડી જે બોલથી બોલિંગ કરે છે તેની કિંમત કેટલી છે ? સૌથી પહેલા તો તમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વપરાતા બેટને લઇને નિયમ જણાવીએ.

બેટને લઈને કેટલાક ધોરણો નક્કી કરવામાં આવ્યા છે, જે મુજબ બેટનો ઉપયોગ કરવો જોઈએ. આ નિયમોમાં બેટનું વજન, લંબાઈ, કદ, ડિઝાઇન વગેરે નક્કી કરવામાં આવ્યા છે અને દરેક બેટ્સમેન પાસે આ નિયમો અનુસાર બેટ હોવું જોઈએ. જેમ કે, કોઈ બેટ 38 in/96.52 cm થી વધુ ન હોવું જોઈએ. બેટ બે ભાગોનું હોય છે, એક ભાગ હેન્ડલ અને એક ભાગ બ્લેડ. આ બ્લેડની પહોળાઈ 4.25in / 10.8 સેમીથી વધુ ન હોવી જોઈએ. આ સિવાય તેની ધાર, ઊંડાઈ અને કિનારી માટે ઘણા પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે.

જો આપણે બેટની કિંમત વિશે વાત કરીએ, તો તે દરેક બેટના ઉત્પાદન અને લાકડાના આધારે નક્કી કરવામાં આવે છે. ઘણી કંપનીઓ આઈસીસીના નિયમો અનુસાર બેટ બનાવે છે, જેના કારણે રેટ પણ અલગ-અલગ હોય છે. આમાં મોટાભાગે ઇંગ્લીશ વિલો બેટનો ઉપયોગ કરવામાં આવે છે, સામાન્ય રીતે આ બેટની કિંમત 15 હજારથી 30 હજાર રૂપિયાની વચ્ચે હોય છે, જેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો કરે છે. વર્લ્ડ કપ એડિશન ઇંગ્લિશ વિલો બેટ સ્પોર્ટ્સ કંપની SSની વેબસાઈટ પર વેચાઈ રહ્યું છે, જેનો રેટ 27 હજાર 200 રૂપિયા છે.

આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે આ બેટ કેટલામાં વેચાય છે. બોલની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વપરાતો બોલ ટર્ફ વ્હાઇટ બોલ છે. કાકાબુરાના આ ટર્ફ બોલનો ઉપયોગ ઘણીવાર ODI અને T-20 મેચોમાં થાય છે અને અન્ય કંપનીઓના સમાન બોલનો પણ ઉપયોગ થાય છે. ત્યાં તેની કિંમત લગભગ 20 હજાર રૂપિયા છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina