ટેલિવિઝન શો ‘ગુડ્ડન-તુમસે ના હો પાયેગા’થી દરેક ઘરમાં ફેમસ બનેલી ટીવી એક્ટ્રેસ કનિકા માન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર કનિકાની લોકપ્રિયતા પાછળનું કારણ તેની બોલ્ડ અને હોટ તસવીરો છે. હાલમાં કનિકા થાઇલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે. થાઈલેન્ડ પહોંચ્યા બાદથી જ એક્ટ્રેસ લગભગ દરરોજ તેની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી રહી છે.
આ ક્રમમાં તેણે હાલમાં જ બાથટબ વાળી તસવીરો શેર કરી છે જેમાં તે મોનોકિનીમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસનું આ ફોટોશૂટ ખૂબ જ હોટ છે. આ તસવીરોમાં કનિકા માન બાથટબમાં બુક વાંચતી જોવા મળી રહી છે. તેણે આ લુકમાં કેમેરા સામે ખૂબ જ બોલ્ડ પોઝ પણ આપ્યા છે. જણાવી દઇએ કે, હાલમાં જ કનિકાએ એક તસવીર શેર કરી હતી, જેમાં તે વજન કાંટા પર ઊભેલી તેનું વજન ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
ત્યારે કનિકાના વજનને જોઈને ચાહકો ચોંકી ગયા હતા અને અભિનેત્રીને વિવિધ સવાલો પણ પૂછી રહ્યા હતા. કનિકાએ જે તસવીર શેર કરી તેમાં તેનું વજન માત્ર 25.7 કિલો જોવા મળી રહ્યુ હતુ. આ તસવીરે તો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. જણાવી દઈએ કે કનિકા માન એક ફેમસ ટીવી અભિનેત્રી છે, જે ‘ગુડ્ડન તુમસે ના હો પાયેગા’, ‘રુહાનિયાત’ અને ‘બઢો બહુ’ સહિત ઘણી લોકપ્રિય શોનો ભાગ રહી છે.
તે ‘રોકી મેન્ટલ’, ‘દાના પાની’, ‘શૂટર’ અને ‘બૃહસ્પતિ’ સહિતની કેટલીક ફિલ્મોનો પણ ભાગ રહી ચુકી છે. આ સિવાય કનિકા માન રોહિત શેટ્ટીના લોકપ્રિય સ્ટંટ બેસ્ડ રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’માં પણ જોવા મળી હતી. કનિકા તાજેતરમાં જ ટીવી શો ‘ચાંદ જલને લગા’માં જોવા મળી હતી, જે થોડા સમયમાં જ પોપ્યુલર થઇ ગયો હતો.
View this post on Instagram
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.