હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલના લગ્ન નક્કી જ છે, શત્રુઘ્ન સિન્હાએ દુલ્હનની જેમ સજાવ્યુ ઘર ‘રામાયણા’- વીડિયો આવ્યો સામે
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને રાજનેતા શત્રુઘ્ન સિન્હાના ઘરમાં ખુશીનો માહોલ છે. તેમની પુત્રી અને અભિનેત્રી સોનાક્ષી સિંહા તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. ત્યારે આ ખુશીના માહોલમાં શત્રુઘ્ન સિન્હાના ઘરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. સોનાક્ષી અને ઝહીરના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે, જેની તસવીરો પણ મિત્રો અને પરિવાર દ્વારા ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરવામાં આવી રહી છે.
સોનાક્ષી અને ઝહીર 23મી જૂનના રોજ ઇંટીમેટ સેરેમનીમાં લગ્ન કરશે, લગ્ન પહેલાની વિધિઓ પણ શરૂ થઇ ગઇ છે. ઝહીરના મિત્ર ઝફર અલી મુંશીએ ઈન્સ્ટા સ્ટોરી પર સોનાક્ષી અને ઝહીર ઈકબાલના મહેંદી ફંક્શનની તસવીરો શેર કરી છે. તસવીરોમાં કપલ મિત્રોથી ઘેરાયેલું જોવા મળે છે. આ ઉપરાંત બેકગ્રાઉન્ડમાં ફૂલોની સજાવટ પણ જોવા મળી રહી છે.
તસવીરમાં જોઈ શકાય છે કે સોનાક્ષીએ મહેંદી ફંક્શનમાં ચોકલેટી રંગનો આઉટફિટ પહેર્યો છે જ્યારે ઝહીર પ્રિન્ટેડ કુર્તા અને સફેદ પાયજામામાં જોવા મળી રહ્યો છે. મિત્રો સાથે પોઝ આપતી વખતે ઝહીર અને સોનાક્ષીના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ ઝળકી રહી છે. ત્યાં સોનાક્ષીના લગ્ન પર પિતા શત્રુઘ્ન સિન્હાએ પણ દુલ્હનની જેમ પોતાના ઘર રામાયણાને સજાવ્યું છે.
આખા ઘરને લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે. હવે બસ એક દિવસ અને સોનાક્ષી પિતાનું ઘર છોડી ઝહીર ઇકબાલની દુલ્હન બની તેના સાસરે પહોંચશે. રિપોર્ટ અનુસાર સોનાક્ષી અને ઝહીર ઇકબાલના લગ્ન અનોખા હશે જેમાં દુલ્હન સોનાક્ષી તેમના લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા માટે વરરાજા ઝહીરના ઘરે જશે. બાદમાં એક ભવ્ય પાર્ટી થશે જેમાં તમામ મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહેશે.
જણાવી દઇએ કે, ગુરુવારના રોજ શત્રુઘ્ન સિંહા તેમના ભાવિ જમાઈ ઝહીર ઈબાલના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન ઝહીર અને શત્રુઘ્ન વચ્ચે એક અદ્ભુત બોન્ડિંગ જોવા મળ્યું હતું. સસરા અને જમાઇએ પેપરાજીને પોઝ પણ આપ્યા હતા અને ઘણી બધી તસવીરો પણ ક્લિક કરાવી હતી.
View this post on Instagram
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.