પ્રાઇવેટ કારમાં બ્લૂ-રેડ બત્તી લગાવી દોડાવી રહ્યો હતો વ્યક્તિ, પોલિસે ટોક્યો તો બોલ્યો- નાયબ તહસીલદાર છુ…પછી જે થયુ એ તો

પ્રાઇવેટ કારમાં લાગેલી હતી બ્લૂ-રેડ બત્તી, પોલિસે ટોક્યો તો વ્યક્તિ બોલ્યો- નાયબ તહસીલદાર છુ, આઇડી બતાવી અને પછી જે થયુ એ…

હું નાયબ તહસીલદાર છુ…પ્રાઇવેટ કારમાં બ્લૂ-રેડ બત્તી લગાવી ફરી રહ્યા હતા ઓફિસર, પોલિસે કાપ્યુ ચલણ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં એક નાયબ તહસીલદારને VIP કલ્ચર અપનાવવું મોંઘુ સાબિત થયુ. ટ્રાફિક ઈન્ચાર્જે સરકારના આદેશને ટાંકીને તેનું ચલણ જારી કર્યું. તે લાલ અને વાદળી બત્તી ચાલુ રાખીને પ્રાઇવેટ કારમાં ઝડપભેર દોડી રહ્યો હતો, ટ્રાફિક પોલીસે પહેલા કારનો પીછો કર્યો અને પછી ઓવરટેક કરીને કારને રોકી. પૂછપરછ બાદ તહસીલદાર સાહેબની કાર સામે ચલણ બહાર પાડવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બહરાઈચ જિલ્લાના મિહીપુરવા તહસીલના નાયબ તહસીલદાર અર્શલાન રશીદ રવિવારે રાત્રે પોતાની પ્રાઇવેટ કારમાં બલરામપુર જઈ રહ્યા હતા. વાહનમાં લાલ અને વાદળી બત્તી ચાલુ હતી. આના પર ટ્રાફિક ઈન્સ્પેક્ટરે કાર રોકી અને 2500 રૂપિયાનો દંડ ફટકાર્યો. દરગાહ પોલીસ સ્ટેશન વિસ્તારના બલરામપુર રોડ પર સ્થિત ડીહા પાસે ટ્રાફિક ઈન્સ્પેક્ટર અનેંદ્ર યાદવે નાયબ તહસીલદારની કાર રોકી. આ પછી, મુખ્યમંત્રીના આદેશને ટાંકીને 2,500 રૂપિયાનું ચલણ જારી કર્યુ.

આ મામલામાં બહરાઈચના એસપી વૃંદા શુક્લાએ ટ્રાફિક પોલીસની આ કાર્યવાહીને યોગ્ય ગણાવી. આ સાથે જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી. જણાવી દઇએ કે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે VIP કલ્ચર પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપી છે. તમામ અધિકારીઓને લાલ-વાદળી બત્તીઓનું પ્રદર્શન સંપૂર્ણપણે બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ કેટલાક અધિકારીઓ સરકારના આદેશની અવગણના કરીને તેમના વાહનો પર લાલ-વાદળી લાઇટનો ઉપયોગ કરવાનું ટાળતા નથી, જેના પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે નાયબ તહસીલદાર રાત્રે પ્રાઇવેટ કારમાં જઈ રહ્યા છે, આ દરમિયાન ટ્રાફિક પોલીસની ગાડીએ કારનો પીછો કર્યો અને આગળ જઈને તહેસીલદારની કારને રોકી. પૂછપરછ દરમિયાન નાયબ તહેસીલદારે પોતાની ભૂલ સ્વીકારી, પરંતુ ટ્રાફિક પોલીસે નિયમોને ટાંકીને તેમના વાહનનું ચલણ જારી કરાયુ.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina