શર્ટલેસ થઇ બીચ પર વોલીબોલ રમતો જોવા મળ્યો વિરાટ કોહલી, ફિટનેસ જોઇ ચાહકોના ઉડ્યા હોંશ- જુઓ વીડિયો

વિરાટ કોહલીથી લઇને હાર્દિક પંડ્યા સુધી…બીચ પર બધા થયા શર્ટલેસ, કરી ખૂબ મસ્તી, વીડિયોમાં ના જોવા મળ્યો રોહિત શર્મા

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

ICC T20 World Cup 2024માં માત્ર બે લીગ મેચ બચી છે, જો કે આ બે લીગ મેચોના પરિણામની સુપર-8ના શેડ્યૂલ પર કોઈ અસર પડશે નહીં. આઠ ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે, જ્યારે બાકીની 12 ટીમો બહાર થઈ ગઈ છે. ભારત પણ સુપર-8માં પહોંચી ગયું છે અને તે તેની પ્રથમ સુપર-8 મેચ અફઘાનિસ્તાન સામે 20 જૂને બાર્બાડોસમાં રમશે.

ભારતીય ક્રિકેટ ટીમે બાર્બાડોસ પહોંચી સુપર-8 મેચ પહેલા વન-ડે બ્રેકનો ભરપૂર આનંદ માણ્યો. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ સહિત ઘણા ભારતીય ક્રિકેટરોએ બીચ વોલીબોલની મજા માણી હતી.

આ દરમિયાન વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ અને રિંકુ સિંહે શર્ટલેસ થઈને પોતાની ફિટનેસ બતાવી હતી.જો કે આ વીડિયોમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા દેખાઈ રહ્યો નથી. જણાવી દઇએ કે, વિરાટ કોહલીએ પ્રથમ ત્રણ મેચમાં રન બનાવ્યા નથી, પરંતુ તે જે રીતે ફ્રેમ ઓફ માઇંડમાં નજર આવી રહ્યો છે તે સુપર-8 પહેલા ટીમ ઈન્ડિયા માટે સારો સંકેત છે.

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024માં ગ્રુપ એમાં પાકિસ્તાન, અમેરિકા, આયર્લેન્ડ અને કેનેડા સાથે હતી. આ ગ્રુપમાંથી ભારત અને અમેરિકાએ સુપર-8 માટે ક્વોલિફાય કર્યુ છે જ્યારે બાકીની ત્રણ ટીમો બહાર થઈ ગઈ છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina