‘તેરા હી હૈ તેરા હી…’ રોહિત શર્માએ ઋષભ પંતને કેમ આવું કહ્યુ…ICCએ શેર કર્યો વીડિયો તો ખુલ્યુ રાઝ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

સુપર-8માં ભારતે તેની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે બાર્બાડોસમાં રમી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું અને અફઘાનિસ્તાન ટીમને 47 રનના મોટા અંતરથી હરાવ્યું. ભારતીય ખેલાડીઓએ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં પોતાની તાકાત બતાવી હતી. અફઘાનિસ્તાનની ઇનિંગ્સ દરમિયાન કુલદીપ યાદવના બોલ પર ગુલબદ્દીન નઇબ એક મોટી હિટના પ્રયાસમાં ફસાઇ ગયો અને બોલ હવામાં ચાલ્યો ગયો.

આ દરમિયાન ઋષભ પંતે તેનો કેચ પકડ્યો, તેમ છતાં કેપ્ટન રોહિત શર્મા તેના પર ગુસ્સે થઈ ગયો હતો. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતુ. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 181 રન બનાવ્યા હતા. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ તેનો પીછો કરવા આવી ત્યારે પાવર પ્લેમાં જ 3 વિકેટ ગુમાવી દીધી.

આ પછી ગુલબદ્દીન નઇબે અજમતઉલ્લાહ ઓમરજઈ સાથે મળીને ઈનિંગને સંભાળી. ત્યારબાદ 11મી ઓવરમાં ઝડપી રન બનાવવાનો પ્રયાસ કરતી વખતે નઇબે કુલદીપ યાદવના બોલને હવામાં ફટકાર્યો અને પંત 18 મીટર દોડીને બોલ કેચ કરી લીધો. જ્યારે પંત આ વિકેટની રોહિત શર્મા સાથે ઉજવણી કરવા માંગતો હતો ત્યારે તેણે ગુસ્સામાં ના પાડી દીધી.

વાસ્તવમાં, આ કેચ રોહિતનો હતો, તે પહેલાથી જ ત્યાં ઊભો હતો, પરંતુ જ્યારે પંતે કોલ કર્યો તો તે રોકાઈ ગયો. કેચ પૂરો થયા પછી, તેણે પંતને તેની ભૂલ માટે ઠપકો આપ્યો હતો, ઋષભ પંત T20 વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. બેટથી રન બનાવવા ઉપરાંત તેણે શાનદાર વિકેટકીપિંગ પણ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina