પતિ રણવીર સિંહ સાથે એરપોર્ટ પર સ્પોટ થઇ મોમ ટુ બી દીપિકા પાદુકોણ- બેબીમુન મનાવવા લંડન થઇ રવાના
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
દીપિકા પાદુકોણની હાલમાં જ કલ્કિ 2898AD ઇવેન્ટની તસવીરો વાયરલ થઇ હતી, જે જોઇ ચાહકોના દિલ હજી ભરાયા ન હતા કે તેની નવી ફેશન અને પ્રેગ્નેંસી ગ્લોએ ચાહકોના દિલ જીતી લીધા. વાસ્તવમાં, દીપિકા પતિ રણવીર સિંહ સાથે એરપોર્ટ પર જોવા મળી હતી, આ દરમિયાન કપલ મેચિંગ બ્લેક આઉટફિટ્સમાં ટ્વિનિંગ કરતુ જોવા મળ્યું હતું.
એરપોર્ટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેના પર ચાહકો પ્રેમ વરસાવતા જોવા મળે છે. લુકની વાત કરીએ તો દીપિકાએ બોબીકોન ડ્રેસ સાથે બ્લેક શર્ટ અને વ્હાઇટ સ્નીકર્સ પહેર્યા હતા. જ્યારે રણવીર બ્લેક ટી-શર્ટ અને બ્લેક જીન્સ સાથે ગોગલ્સમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન રણવીર તેની પ્રેગ્નેટ પત્નીની સંભાળ રાખતો જોવા મળ્યો હતો.
એવા અહેવાલ છે કે બંને બેબીમુન માટે લંડન રવાના થયા છે. જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન 14 નવેમ્બર 2018ના રોજ થયા હતા. લગ્ન પહેલા બંનેએ એકબીજાને પાંચ-છ વર્ષ સુધી ડેટ કર્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં કપલે પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે અભિનેત્રીની ડિલિવરી સપ્ટેમ્બર 2024માં થવા જઈ રહી છે.
કપલના વર્કફ્રન્ટની વાત કરીએ તો, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે રામલીલા, બાજીરાવ મસ્તાની, પદ્માવત અને 83માં સાથે કામ કર્યું છે. દીપિકાની અપકમિંગ ફિલ્મ કલ્કી 2898AD 27 જૂને રિલીઝ થવા માટે તૈયાર છે જેમાં તે પ્રભાસ અને અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ફિલ્મના પ્રમોશનલ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ ક્રમમાં બુધવારે મુંબઈમાં કલ્કી 2898 એડીની પ્રી-રિલીઝ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મની આખી કાસ્ટ હાજર હતી. આ દરમિયાન પ્રેગ્નેંટ દીપિકા પાદુકોણે લાઇમલાઇટ લૂંટી હતી. તે બ્લેક લુકમાં જોવા મળી હતી.જો કે, આ દરમિયાન દીપિકા તેની હાઇ હિલ્સને કારણે ટ્રોલર્સના નિશાના પર આવી.
એક યુઝરે લખ્યુ- પ્રેગ્નેંસી દરમિયાન આટલી હાઈ હીલ્સ ખતરનાક છે. જ્યારે અન્ય એક યુઝરે કમેન્ટ કરી – તમે ગમે તેટલા સુંદર દેખાવા માંગતા હોવ, તમારે આ સમયે હાઈ હીલ્સ ન પહેરવી જોઈએ. પ્રભાસ, દીપિકા, અમિતાભ અને કમલ હાસન સ્ટારર ‘કલ્કી 2898 એડી’ 27 જૂને રિલીઝ થશે અને તે હિન્દીની સાથે તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને અંગ્રેજીમાં પણ રિલીઝ થશે.
View this post on Instagram
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.