હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
દુઃખદ: દિગ્ગજ ભારતીય ક્રિકેટરે આપઘાત કર્યો, ચોથે માળેથી છલાંગ લગાવી, નામ જાણીને ધ્રાસ્કો લાગશે, જુઓ
Cricketer David Johnson Suicide : હાલ ટી-20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે અને ભારતીય ટીમ આ વર્લ્ડકપમાં ખુબ જ સારું પ્રદર્શન પણ કરી રહી છે, આ બધા વચ્ચે એક ખુબ જ દુઃખદ ખબર પણ સામે આવી છે, ભારતના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને કર્ણાટકના જમણા હાથના ફાસ્ટ બોલર ડેવિડ જોન્સને 52 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. ડેવિડ જોન્સને ગુરુવારે સવારે બેંગલુરુમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું.
16 ઓક્ટોબર 1971ના રોજ જન્મેલા ડેવિડ જોન્સન 1990 દરમિયાન ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હતા. તેમણે 1996માં ઓસ્ટ્રેલિયા સામે ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને તેની કારકિર્દીમાં માત્ર 2 ટેસ્ટ મેચ રમી હતી. ડેવિડ જોન્સને અચાનક દુનિયાને અલવિદા કહી દેતાં ભારતીય ક્રિકેટમાં શોકની લહેર છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ અનિલ કુંબલેથી લઈને BCCI સચિવ જય શાહ સુધીના પૂર્વ ભારતીય દિગ્ગજને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
ડેવિડ જોનસન ગુરુવારે સવારે બેંગલુરુમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેનું એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કનીમાંથી પડીને મૃત્યુ થયું હતું. એવું માનવામાં આવે છે કે જોન્સનની માનસિક સ્થિતિ સારી ન હતી, જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી. તેનો મૃતદેહ તેના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. આવી સ્થિતિમાં ડેવિડ જોન્સનના નિધન બાદ ક્રિકેટ જગતમાં શોકની લહેર છે.
તમને જણાવી દઈએ કે ડેવિડ જ્હોન્સને 1996માં ડુબરનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાના કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. જો કે, ડેવિડની આંતરરાષ્ટ્રીય કારકિર્દી લાંબો સમય ટકી શકી નહીં અને તે ભારત માટે ODI ફોર્મેટ રમી શક્યો નહીં. તેમની ઘરેલું ક્રિકેટ કારકિર્દી પણ શાનદાર હતી, જ્યાં તેઓ કર્ણાટક માટે રમ્યા હતા અને ઘણી સ્થાનિક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને 1995-96 રણજી ટ્રોફી સિઝનમાં તેમના શ્રેષ્ઠ બોલિંગ ફિગર જોવા મળ્યા હતા.
Deepest condolences to family and friends of our former Indian fast bowler David Johnson. His contributions to the game will always be remembered 🙏
— Jay Shah (@JayShah) June 20, 2024
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.