હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
એમેઝોન પ્રાઇમની લોકપ્રિય વેબ સીરિઝ ‘પંચાયત’ની ત્રીજી સીઝન પણ આવી ચૂકી છે. પ્રથમ બે સિઝનની જબરદસ્ત સફળતા બાદ ‘પંચાયત 3’ને પણ લોકોએ ખૂબ પસંદ કરી. પાત્રો અને કહાનીની સાથે, દર્શકો શોના કલાકારો રઘુવીર યાદવ, નીના ગુપ્તા, જિતેન્દ્ર કુમાર, ફૈઝલ મલિક અને અશોક પાઠકનું કામ પણ પસંદ કરી રહ્યા છે. પરંતુ ‘પંચાયત’ની ત્રીજી સીઝનમાં રજૂ થયેલું એક નવું પાત્ર હાલ ચર્ચામાં છે. શોમાં જગમોહનનું અમ્મા ઉર્ફે દમયંતી દેવીનું પાત્ર ઘણુ ચર્ચામાં છે. આ પાત્ર ભજવનાર અભિનેત્રી આભા શર્માની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
75 વર્ષની આભા શર્માએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે તેમનું એક્ટિંગ કરિયર કેટલુ મુશ્કેલ રહ્યુ છે. તેમણે જણાવ્યું કે તેમને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો, પરંતુ 54 વર્ષની ઉંમરે આગળ વધારવાની તક મળી. ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીત દરમિયાન આભાએ જણાવ્યું કે તે તેના પરિવારમાં સૌથી નાની હતી. તેના પિતાના અવસાન પછી, આભાએ એક ટેલિકોમ કંપનીમાં કામ કર્યું અને તેની માતાની સંભાળ રાખવા માટે ઘરે જ રહી. તેથી જ તેણે લગ્ન પણ ન કર્યા. આભાની માતા ઈચ્છતી ન હતી કે તે અભિનય કરે.
આભાએ માતાની આ વાતનું પાલન કર્યું અને અભિનય વિશે વિચાર્યું નહીં. પરિવાર શિક્ષિત હતો અને સાથે રૂઢિચુસ્ત પણ.. પરંતુ માતાના અવસાન બાદ આભાએ અભિનયની શરૂઆત કરી. આ વખતે તેના ભાઈ-બહેનોએ પણ તેને ટેકો આપ્યો અને 2009માં ટીવીમાં પ્રથમ બ્રેક મળ્યો. તે ખૂબ જ નર્વસ હતી પરંતુ જ્યારે ડિરેક્ટરે તેના વખાણ કર્યા તો તેનો ડર સંપૂર્ણપણે દૂર થઈ ગયો. આ પછી, તેને અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ ‘ઈશકઝાદે’માં કામ મળ્યું,
આભાને 2010માં આવેલી ફિલ્મ ‘પીપલી લાઈવ’માં એક રોલ માટે બોલાવવામાં આવી હતી. અહીં તે પહેલીવાર ‘પંચાયત’ અભિનેતા રઘુબીર યાદવને મળી. તબિયત અચાનક બગડવાના કારણે તે આ ફિલ્મમાં કામ કરી શકી નહોતી અને આ રોલ કોઈ બીજાને મળ્યો. તેણે કહ્યું કે કોવિડ બાદ તેની સાથે થિયેટર કરી ચૂકેલા અનુરાગ શુક્લાએ તેને પંચાયત માટે એક ઓડિશન વીડિયો શૂટ કરવા કહ્યુ. આભાને પંચાયતમાં રોલ મળી ગયો. તેણે જણાવ્યુ કે બધા કોસ્ટાર્સ, ડાયરેક્ટર અને બાકી ક્રૂએ ઘણુ કોઓપરેટ કર્યુ. મધ્યપ્રદેશની આકરી ગરમીમાં.
શૂટને લઇને આભાએ કહ્યું, ‘ત્યાં ચોક્કસપણે ખૂબ જ ગરમી હતી અને મેં મારા કેટલાક શોટ્સમાં તે અનુભવ્યું પણ હતું, પરંતુ હું મારું શૂટ પૂર્ણ કરવા માટે તૈયાર હતી. મને આ અનુભવ ખૂબ જ ગમ્યો.’ ‘પંચાયત 3’માં એક સીન છે જેમાં અમ્માજી દવા ખાય છે. આભાએ આ દ્રશ્યો એટલા વાસ્તવિક બનાવી દીધા હતા કે દિગ્દર્શકને લાગ્યું કે તેણે ખરેખર દવા લીધી છે. સીન પૂરો થયા પછી ડિરેક્ટરે આભાને પૂછ્યું કે શું તેણે ખરેખર દવા લીધી છે ? આના પર આભાએ કહ્યું- ના, મેં દવા નથી લીધી, આ રહી તમારી દવા. આભાને આ સીરીઝના લોકો સાથે કામ કરવાની ખૂબ જ મજા આવી.
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.