બેકલેસ પહેરી વેકેશન એન્જોય કરતી જોવા મળી મૌની રોય, સ્ટનિંગ આઉટફિટમાં એક્ટ્રેસને જોઇ ચાહકોને લાગ્યો કરંટ
ટીવી બાદ બોલિવૂડમાં પોતાની સ્ટાઈલ અને અભિનયનું પરાક્રમ દેખાડી ચૂકેલી મૌની રોય આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. મૌની રોય હાલમાં તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે સ્પેનમાં વેકેશન માણી રહી છે, જેની તસવીરો તે સોશિયલ મીડિયા પર સતત શેર કરી રહી છે.
મૌની રોયના વેકેશનના ફોટોઝ ચાહકોના હૃદયના ધબકારા વધારી રહ્યા છે. મૌની રોય છેલ્લા ઘણા દિવસોથી સતત વેકેશનની તસવીરો શેર કરી રહી છે. ત્યારે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર ફરી એકવાર તેણે નવા ફોટોઝ શેર કર્યા છે, જેમાં કેટલીક વિડિયો ક્લિપ્સ પણ સામેલ છે.
લેટેસ્ટ ફોટોઝમાં મૌની રોય બેકલેસ ડ્રેસ પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે, મૌની રોયે બીચ વેકેશનની પોતાની નવી સેલ્ફી પણ પોસ્ટ કરી છે. અભિનેત્રી સફેદ સ્ટાઇલિશ ડ્રેસ, મોટા ગોગલ્સ અને મેક-અપ લુકમાં બીચ પર જોવા મળે છે. આ ફોટામાં અભિનેત્રી સફેદ રંગના મિની ફ્રોક સ્ટાઈલ ઓફ શોલ્ડર ડ્રેસમાં કેમેરા માટે પોઝ આપતી જોવા મળે છે.
મૌની રોયે સ્ટાઇલિશ ડ્રેસની સાથે કાનમાં મોટી બુટ્ટી અને હાથમાં ચાંદીનું બ્રેસલેટ પહેર્યું છે. મૌની રોયે કેટલીક તસવીરો તેના પતિ સૂરજ નાંબિયાર સાથેની પણ પોસ્ટ કરી છે જેમાં તે રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહી છે. એક તસવીરોમાં મૌની સૂરજ સાથે પોઝ આપતી તો કેટલીક તસવીરોમાં બેકલેસ આઉટફિટમાં જોવા મળે છે.
સૂરજ અને મૌનીની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. એક તસવીરમાં કપલ સેલ્ફી પણ લેતા જોવા મળે છે. જણાવી દઈએ કે મૌની રોયે એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. પરંતુ હવે તેણે બોલિવૂડમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી તાજેતરમાં બ્લેકઆઉટમાં જોવા મળી હતી. બ્લેકઆઉટ પહેલા મૌની એલએસડી 2, સુલતાન ઓફ દિલ્હી, ટેંપટેશન આઈલેન્ડ ઈન્ડિયા, શો ટાઈમ જેવા ઘણા શોમાં નજર આવી છે.