સાઉથની મોટી હસ્તીએ બાળકનું નામ આ રાખ્યું, ફેન્સ થઇ રહ્યા છે ખુશખુશાલ….કેવું ક્યૂટ કપલ છે જુઓ તો ખરા 

શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘જવાન’ના ડાયરેક્ટર એટલી હાલમાં જ પિતા બન્યા હતા. એટલીની પત્ની કૃષ્ણા પ્રિયાએ હવે બાળકની પહેલી ઝલક બતાવી છે અને જણાવ્યુ કે બાળકનું નામ શું રાખ્યુ છે. પ્રિયાએ એક તસવીર શેર કરી, જેમાં તે એટલી અને બાળક સાથે મંદિરમાં જોવા મળી રહી છે. પ્રિયાએ તસવીર શેર કરતાં લખ્યું, ‘હા અને અમે તેનું નામ મીર રાખ્યું છે. અમે અમારા બાળકનું નામ રાખવાથી ખુશ છીએ.

એટલીએ પત્ની પ્રિયાની આ પોસ્ટને રિટ્વીટ કરીને લખ્યું, ‘હા, નામ મીર છે. તમારા બધાના પ્રેમ, આશીર્વાદ અને પ્રાર્થનાની જરૂર છે. આ તસવીરમાં બંને પોતાના બાળક સાથે ખુશહાલ ફેમિલી સ્ટાઈલમાં જોવા મળી રહ્યા છે. તસવીરમાં એટલીના દીકરાનો ચહેરો નથી જોવા મળી રહ્યો કારણ કે દીકરો પ્રિયાના ખોળામાં છે અને ચહેરાને હાર્ટ ઇમોજીથી કવર કરવામાં આવ્યો છે.

રસપ્રદ વાત એ છે કે બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પિતાનું નામ મીર તાજ મોહમ્મદ ખાન હતું. એટલું જ નહીં, SRK મીર ફાઉન્ડેશન તરીકે ઓળખાતી ગૈર-લાભકારી સંસ્થા પણ ચલાવે છે. આ સંસ્થા મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ તેમજ પુરુષોમાં નમ્રતાને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. હવે જ્યારે ચાહકોને દીકરાનું નામ ખબર પડી ગઇ છે તો કપલ માટે લોકો શુભકામના ભરેલા મેસેજ કરી રહ્યા છે.

જણાવી દઇએ કે, પોતે એટલી પહેલા શાહરૂખે તેમના દીકરાનું નામ ડિસ્ક્લોઝ કર્યુ હતુ. શનિવારે આસ્ક એસઆરકે સેશનમાં એક ચાહકે તેમને એટલી કુમારની એક વિશેષતા વિશે પૂછ્યું, જેના જવાબમાં એસઆરકેએ કહ્યું કે એટલી કુમાર ખૂબ જ સમર્પિત અને સ્માર્ટ વ્યક્તિ છે. તેને મીર નામનો એક સુંદર પુત્ર છે, અને તેની પત્ની પ્રિયા તેના માટે સારું ભોજન બનાવે છે.

‘જવાન’ શાહરૂખ ખાન અને એટલી કુમારનું કોલેબોરેશન હશે. એટલીએ ‘રાજા રાની’, ‘થેરી’ અને ‘મર્સલ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે વર્ષ 2017માં ‘જવાન’ના ડાયરેક્ટર એટલીએ ટીવી એક્ટ્રેસ કૃષ્ણા પ્રિયા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંનેએ એકબીજાને લગભગ 8 વર્ષ સુધી ડેટ કર્યા હતા.

એટલી અને પ્રિયાનું પોતાનું પ્રોડક્શન હાઉસ ‘એ ફોર એપલ પ્રોડક્શન’ છે અને આ બેનર હેઠળ સફળતાપૂર્વક બે ફિલ્મો પણ બની છે. એટલી હાલમાં તેની આગામી ફિલ્મ ‘જવાન’ની રિલીઝ માટે તૈયારી કરી રહ્યા છે જેમાં શાહરૂખ ખાન અને નયનતારા છે. હાલમાં જ ફિલ્મની નવી રિલીઝ ડેટ સામે આવી છે અને કહેવામાં આવ્યું છે કે ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

Shah Jina