એક લાખ મોતિયોથી બનેલ વ્હાઇટ ગાઉન પહેરી રાજકુમારી બની મેટ ગાલા પહોંચી આલિયા ભટ્ટ, બધા ખૂબસુરતીના થઇ ગયા દીવાના

વ્હાઇટ ગાઉન પહેરી મેટ ગાલાના કાર્પેટ પર ઉતરી આલિયા ભટ્ટ, ચાહકો બોલ્યા- આસમાનમાંથી આવી પરી

આલિયા ભટ્ટે મેટ ગાલા 2023ના રેડ કાર્પેટ પર મારી ધાંસૂ એન્ટ્રી, કેટરીનાથી કરીના સુધી થઇ દીવાની

Alia Bhatt Met Gala 2023 Look : બોલિવૂડની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) દરરોજ ચર્ચામાં રહે છે. આ વર્ષે ન્યૂયોર્કમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ ‘મેટ ગાલા 2023’માં આલિયાએ ડેબ્યુ કર્યુ છે. આલિયા જલ્દી જ હોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જો કે, પ્રિયંકા ચોપરા લાંબા સમયથી આ ઇવેન્ટનો ભાગ છે અને દરેક વખતે તે આ ઇવેન્ટની હાઇલાઇટ સાબિત થાય છે. આ વખતે આલિયા મેટ ગાલા 2023માં લાઇમલાઇટ લૂંટતી જોવા મળી રહી છે.

ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટમાં આયોજિત ‘મેટ ગાલા 2023’ ઇવેન્ટમાંથી આલિયાએ ઘણી તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે વાયરલ થઇ રહી છે. આલિયા ‘મેટ ગાલા’માં તેના રેડ કાર્પેટ ડેબ્યૂ માટે ઘણી ઉત્સાહિત છે. આલિયા ભટ્ટે ઇન્ટરનેશનલ રેડ કાર્પેટ પર તેના ડેબ્યૂ માટે ડિઝાઇનર પ્રબલ ગુરુંગનો પર્લ વ્હાઇટ કલરનો બોલ ગાઉન ડ્રેસ પસંદ કર્યો.

આ ઈવેન્ટમાંથી આલિયાની ઘણી તસવીરો પણ વાયરલ થઈ રહી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. આલિયાના આ લુકની બોલિવૂડમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે. કેટરીના કૈફથી લઈને કરીના કપૂર સુધી અનેક કલાકારોએ આલિયાના વખાણ કર્યા છે. કેટરિનાએ લખ્યું- ખૂબ જ સુંદર. જ્યારે કરીનાએ લખ્યું- ધ બેસ્ટ ગર્લ.

દર વર્ષે યોજાતી આ ફેશન ઈવેન્ટમાં ઘણા હોલીવુડ સ્ટાર્સ ભાગ લે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ઈવેન્ટની થીમ દિવંગત ડિઝાઈનર કાર્લ લેગરફેલ્ડને શ્રદ્ધાંજલિ છે અને થીમનું નામ ‘કાર્લ લેગરફેલ્ડઃ અ લાઈન ઓફ બ્યુટી’ રાખવામાં આવ્યું છે. ઇવેન્ટમાં, આલિયા ભટ્ટે તેના મેગા ડેબ્યૂ માટે મોતીથી જડાયેલ ખૂબ જ સુંદર સફેદ ગાઉન પહેર્યુ હતુ.

આલિયા ભટ્ટનો મેટ ગાલા લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના દીપિકાના પર્લ લૂક સાથે તેના લૂકની સરખામણી કરવાનું શરૂ કરી દીધું. આલિયા ભટ્ટ સાથે ફેશન ડિઝાઇનર પ્રબલ ગુરુંગ પણ હાજર હતા. સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટની તસવીરોનો હાલ દબદબો જોવા મળી રહ્યો છે. આલિયાના ચાહકો સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરીને તેની પ્રશંસા કરી રહ્યા છે.

આલિયાના ડ્રેસની સાથે લોકોનું ધ્યાન તેની જ્વેલરી પર પણ ગયું, જે તેના ડ્રેસ સાથે ખૂબ જ સુંદર લાગે છે. આલિયા ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર મનમોહક તસવીરો શેર કરી ગાઉન વિશે માહિતી આપી હતી. તેણે લખ્યું, “હું હંમેશા પ્રખ્યાત શનૈલ બ્રાન્ડ પર મોહિત રહી છું. મારો આજનો દેખાવ સુપર મોડલ ક્લાઉડિયા શિફરના 1992ના ચેનલ બ્રાઈડલ લૂકથી પ્રેરિત હતો.”

આ આઉટફિટને જાણીતા ડિઝાઈનર પ્રબલ ગુરુંગ દ્વારા બનાવવામાં આવ્યો, મને મારા પહેલા મેટ માટે તમને પહેરીને ઘણો ગર્વ છે. તેણે આગળ લખ્યું, ‘એક છોકરી પાસે ક્યારેય વધારે મોતી અને લુક પૂરો કરવા માટે યોગ્ય એક્સેસરીઝ ન હોઈ શકે.’ આલિયા ભટ્ટનું આ ગાઉન એક લાખ મોતીઓથી એમ્બ્રોઇડ કરવામાં આવ્યુ હતુ. આલિયા ભટ્ટે લાંબા ટ્રેલ સાથે ડીપ નેક વ્હાઇટ ગાઉન પહેર્યું હતું. આ લુક સાથે આલિયાએ મિનિમલ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિક કરી હતી.

આ સાથે જ સુંદર હેરસ્ટાઇલ સાથે એસેસરીઝમાં મોતીની ઇયરિંગ્સ રાખી હતી. આ લુકમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. આ સિવાય તેની પાસે ફરહાન અખ્તરની ‘જી લે ઝરા’ પણ છે, જેમાં તે કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે જોવા મળશે. તે હોલીવુડની ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’માં પણ જોવા મળવાની છે અને આ દ્વારા તે હોલિવુડમાં ડેબ્યુ કરી રહી છે.

Shah Jina