વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના ઝઘડામાં વિરાટને થયુ 1 કરોડથી વધુનું નુકશાન, 2 મિનિટના ઝઘડામાં દર સેકેંડમાં 1 લાખ ગુમાવ્યા

વિરાટ અને ગંભીરના ઝઘડામાં ભલે BCCIએ ફટકાર્યો 100% મેચ ફીનો દંડ, પરંતુ વીરાટને તેના ખિસ્સામાંથી નહીં ભરવો પડે એકપણ રૂપિયો, જાણો કારણ

Penalty to Kohli and Gambhir: હાલ આખા દેશમાં આઇપીએલ (ipl 2023) નો માહોલ જામેલો છે. ત્યારે દરેક મેચ ખુબ જ રોમાંચક પણ બની રહી છે. પરંતુ ગત સોમવારે યોજાયેલ રોયલ ચેલેન્જર બેંગલુરુ (RCB) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચેની મેચ ક્રિકેટના ઇતિહાસમાં યાદગાર મેચ બની ગઈ. આ મેચ કોઈ મોટા સ્કોર કે આક્રમક બેટિંગ કે બોલિંગના કારણે નહિ પરંતુ મેચ બાદ થયેલા ઝઘડામાં કારણે સતત ચર્ચામાં છે.

મેચ બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું, જેના ઘણા વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ કોહલીને 100% મેચ ફી એટલે કે 1.07 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે ગૌતમ ગંભીર પર 100% મેચ ફી એટલે કે 25 લાખ રૂપિયા અને નવીન ઉલ હકને 50% મેચ ફી એટલે કે 1.79 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું નથી. વાસ્તવમાં મેચ ફીનો દંડ સાચો છે, પરંતુ આપેલા આંકડા સાચા નથી. બીજું, પેનલ્ટી ફ્રેન્ચાઇઝી દ્વારા ચૂકવવામાં આવે છે, ખેલાડીએ નથી ચૂકવવાની હોતી. આઈપીએલની આચાર સંહિતાના ભંગ બદલ બંનેને મંગળવારે તેમની મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. કોહલીની ફ્રેન્ચાઇઝી RCB કરોડોનો આ દંડ ચૂકવશે.

આ સાથે જ આ દંડને લઈને વિરાટના પગાર સાથે કોઈ લેવાદેવા નથી. મતલબ કે વિરાટને RCBએ 2023માં 15 કરોડમાં જાળવી રાખ્યો હતો, તેની પણ અસર નહીં થાય. એટલે કે વિરાટને આ ઝઘડામાં એક રૂપિયાનું પણ નુકશાન નથી થયું.  IPL આચાર સંહિતા 2.21 એ તમામ બાબતોને આવરી લે છે જે રમતને બદનામ કરે છે.

આમાં ઇરાદાપૂર્વકના અપરાધો, રમત માટે પ્રતિકૂળ અયોગ્ય ટિપ્પણીઓ અને જાહેર ગેરવર્તણૂક જેવી બાબતોનો સમાવેશ થાય છે. વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને આઈપીએલની આચાર સંહિતા 2.21નું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. ત્રણેય લોકોએ આઈપીએલ આચાર સંહિતાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો ગુનો સ્વીકાર્યો છે. તેથી આ મામલે વધુ સુનાવણી થશે નહીં.

Niraj Patel