આ વર્ષે શ્રાવણ શિવરાત્રિ 11 ઓગસ્ટ 2026, મંગળવારના રોજ ઉજવવામાં આવી રહી છે, જે જ્યોતિષીય દ્રષ્ટિએ ખૂબ જ ખાસ અને પવિત્ર માનવામાં આવે છે. આજે કર્ક રાશિમાં સૂર્ય, ચંદ્ર, બુધ અને ગુરુ એમ ચાર મુખ્ય ગ્રહોનો અદ્ભુત મિલન (યુતિ) થઈ રહ્યો છે, જેનાથી 3 મોટા રાજયોગ સહિત કુલ 4 શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. સૂર્ય અને ગુરુના મિલનથી ‘ગુરુ આદિત્ય યોગ’, સૂર્ય અને બુધથી ‘બુધાિદત્ય રાજયોગ’, ચંદ્ર અને ગુરુની યુતિથી ‘ગજકેસરી રાજયોગ’ તથા ચારેય ગ્રહોના એકસાથે આવવાથી ‘ચતુર્ગ્રહી યોગ’ બની રહ્યો છે. જયપુરના જ્યોતિષાચાર્ય દિલીપ ગુપ્તા અનુસાર, આ દુર્લભ સંયોગોની શુભ અસર તમામ ૧૨ રાશિઓ પર પડશે, પરંતુ 5 ખાસ રાશિઓ માટે આ સમય ધન, પદ અને કરિયરમાં મોટો લાભ લઈને આવ્યો છે.

મેષ રાશિ: અટકેલું ધન મળશે અને ધાર્મિક યાત્રાના યોગ
શ્રાવણ શિવરાત્રિ પર બની રહેલો ચતુર્ગ્રહી યોગ મેષ રાશિના જાતકો માટે ભૌતિક અને આધ્યાત્મિક બંને દ્રષ્ટિએ શ્રેષ્ઠ સાબિત થશે. એક તરફ જ્યાં તમારું લાંબા સમયથી અટકેલું ધન પાછું મળી શકે છે, તો બીજી તરફ ધર્મ-કર્મના કાર્યોમાં તમારી રુચિ વધશે. પરિવાર કે મિત્રો સાથે કોઈ પવિત્ર ધાર્મિક યાત્રા પર જવાનું આયોજન પણ બની શકે છે.

કર્ક રાશિ: પદ, પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં થશે વધારો
કર્ક રાશિમાં જ ચારેય ગ્રહો (સૂર્ય, ચંદ્ર, ગુરુ અને બુધ) ભેગા થઈ રહ્યા હોવાથી આ રાશિના જાતકોને સૌથી વધુ પ્રત્યક્ષ લાભ મળશે. નોકરીયાત વર્ગને પ્રમોશન મળવાની પ્રબળ શક્યતાઓ છે. આ સિવાય જે લોકો રાજકારણ કે સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેમને કોઈ મોટી જવાબદારી કે નવું પદ મળી શકે છે અને સમાજમાં માન-સન્માન વધશે.

સિંહ રાશિ: કમાણી અને રોકાણની નવી તકો પ્રાપ્ત થશે
સિંહ રાશિના જાતકો માટે આ શુભ સંયોગ ધન કમાવવાના નવા માર્ગો ખોલશે. તમારી આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે તથા જૂના કરેલા રોકાણમાંથી મોટો ફાયદો થવાની શક્યતા છે. જો તમે લાંબા સમયથી કોઈ ફાયદાકારક યોજનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હતા, તો તે માટે આ ઉત્તમ સમય છે. વ્યાપારનો વિસ્તાર થશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે.

તુલા રાશિ: જવાબદારીઓ વધશે અને સફળતાનો ‘ગોલ્ડન પીરિયડ’ શરૂ થશે
તુલા રાશિના લોકો માટે આ સમયગાળો કોઈ ગોલ્ડન પીરિયડથી કમ નથી. કરિયરમાં મોટી તકો અને નવી ઓળખ પ્રાપ્ત થશે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા પ્રભાવશાળી લોકો સાથે તમારા સંપર્કો વધશે. આધ્યાત્મિક ગતિવિધિઓમાં રસ વધવાની સાથે તમારું કોઈ મોટું સપનું કે ઈચ્છા પૂરી થઈ શકે છે.

મકર રાશિ: સક્રિયતા વધશે અને નવા વ્યવસાયિક સંપર્કો બનશે
મકર રાશિના જાતકો માટે નવા અને ઉપયોગી સંપર્કો બનાવવાનો આ બહુ જ ઉત્તમ સમય છે. પછી તે તમારી પ્રોફેશનલ લાઈફ હોય કે સોશિયલ લાઈફ, નવા લોકો સાથેનું જોડાણ ભવિષ્યમાં કામ આવશે. કાર્યસ્થળ પર સિનિયર્સ સાથેના સબંધો સુધરશે અને તમારા વિચારોને મહત્વ આપવામાં આવશે. પરિવાર સાથે બહાર ફરવા જવાનું આયોજન પણ થઈ શકે છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)