એપ્રિલના છેલ્લા 7 દિવસોમાં પડશે કાળઝાળ ગરમી, હવામાન વિભાગની પરસેવો વાળી દેનારી આગાહી, જુઓ

આ તો ગરમીનું ફક્ત ટ્રેલર હતું, પિક્ચર હજુ બાકી છે. આગામી 7 દિવસ માટે ગુજરાતમાં પડશે ભુક્કા કાઢી નાખનારી ગરમી, હવામાન વિભાગની આગાહી

Heat will increase in Gujarat : ગુજરાતમાં હાલ વહેલી સવારથી જ ગરમીનો પારો વધતો જોવા મળે છે, બપોર સુધીમાં તો કાળઝાળ ગરમી ફરી વળે છે અને બહાર નીકળતા જ આખું શરીર પરસેવે નીચોવા પણ લાગે છે. ત્યારે આવી ગરમીમાં લોકો કામ વગર બહાર જવાનું પસંદ પણ નથી કરતા, ત્યારે હજુ પણ ગુજરાતીઓને આનાથી વધુ ગરમી સહન કરવાની તૈયારીઓ રાખવી પડશે. કારણે કે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી ગરમીનો પારો વધવાની આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા અમદાવાદનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે. ગતરોજ અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. એટલે શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાન વધી શકે છે.”

તેમને વધુમાં એમ પણ જણાવ્યું કે, “ગુજરાતમાં આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની આગાહી નથી. તે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે. જેના કારણે ચોથા દિવસથી ગરમી વધવાનું અનુમાન છે” આ ઉપરાંત આજથી જ 1 ડિગ્રી જેટલું તાપમાન ઊંચું જવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને પછીના દિવસે પણ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.

Niraj Patel