BREAKING : અમદાવાદની આ ફેમસ 6 સ્કૂલો સાથિત 23ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા મચી ગયો ખળભળાટ, દિલ્લીની ઘટનાનું થયુ પુનરાવર્તન

Breaking News : દિલ્હી બાદ હવે અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, મચી ગઇ દોડધામ, ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડ લાગી તપાસમાં

આવતીકાલે એટલે કે 7 મેના રોજ રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આજે અમદાવાદ શહેરની અનેક સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી. પાંચેક દિવસ પહેલા દિલ્હીમાં પણ આવું જ બન્યુ હતુ અને ત્યારે અમદાવાદમાં પણ એક પછી એક અનેક સ્કૂલને ધમકીભર્યા મેઈલ આવ્યા. ધમકી મળ્યા પછી અમદાવાદ પોલીસ સતર્ક થઈ ગઈ અને ચેકિંગ હાથ ધર્યું.

બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. થલતેજની ઉદગમ સ્કૂલ સહિત ઘાટલોડિયાની આનંદ નિકેતન સ્કૂલ અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને પણ ધમકી ભર્યો ઈ-મેઈલ આવ્યો હતો. સ્થાનિક પોલીસ સહિત SOG અને બોમ્બ સ્કવોર્ડની ટીમે ચેકિંગ હાથ ધર્યું. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે રશિયન સર્વરથી ધમકી મળી છે.

હાલ તો અમદાવાદ પોલીસે શહેરીજનોને અપીલ કરી છે કે પેનિક થવાની જરૂર નથી, હાલ તમામ સ્થિતિ કાબૂમાં છે. જણાવી દઇએ કે દિવ્ય ભાસ્કર અનુસાર, મતદાનના આગલા દિવસે જ એટલે કે 6 મેના રોજ અમદાવાદની 23 સ્કૂલને ધમકીભર્યા ઇ-મેઈલ મળ્યા. બોમ્બથી ઉડાવવાની ધમકી હિન્દી ભાષામાં મળી છે, જે મેસેજ ઇંગ્લિશ લિપિમાં મળ્યા છે.

તમામ સ્કૂલોને સવારના 6 વાગ્યે એક જ પ્રકારના ઇ-મેઈલ મોકલવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે એમાંની કેટલીકમાં તો આવતીકાલે મતદાન પણ રાખવામાં આવ્યું છે. સ્કૂલોને જે મેઈલ આવ્યો તેમાં ધમકી આપવામાં આવી હતી કે સ્કૂલમાં બોમ્બ ધડાકો થશે.

આ પહેલા દિલ્હીમાં પણ આ જ પ્રકારનો મેઈલ મળ્યો હતો, પણ તપાસમાં કઈ નીકળ્યુ નહોતુ. ઉલ્લેખનીય છે કે, 5 દિવસ પહેલાં દિલ્હી-NCRની લગભગ 100 સ્કૂલમાં બોમ્બની ધમકીઓ મળી હતી. આ ધમકી એ જ ઇ-મેઈલથી મોકલવામાં આવી હોવાનું સામે આવ્યુ છે.

દિવ્ય ભાસ્કર પ્રમાણે જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તેની લિસ્ટ : ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડા ઝોન- 2, એશિયા ઈંગ્લિશ સ્કૂલ વસ્ત્રાપુર ઝોન- 1, અમૃતા વિદ્યાલય ઘાટલોડિયા ઝોન- 1, કેલોરેક્સ સ્કૂલ ઘાટલોડિયા ઝોન- 1, ન્યૂ નોબલ સ્કૂલ વ્યાસવાડી, નરોડા, ડી.પી.એસ, બોપલ, આનંદ નિકેતન, સેટેલાઇટ, ઉદગમ સ્કૂલ, ઝેબર સ્કૂલ, આર્મી કેન્ટોન્મેન્ટ (કેન્દ્રીય વિદ્યાલય), એરપોર્ટ રોડ, નારાયણગુરુ, એચબીકે સ્કૂલ, ટર્ફ સકૂલ, નારણપુરા, કુમકુમ વિદ્યાલય, ઘોડાસર, કેન્દ્રીય વિદ્યાલય, સાબરમતી, ગ્રીનલોન્સ સ્કૂલ, વટવા, ગ્લોબલ ઈન્ટરનેશનલ, બોપલ, LDR ઈન્ટરનેશનલ સ્કૂલ, બોપલ, ત્રિપદા સ્કૂલ, ઘાટલોડિયા, જેમ્સ જિનેનીસ સ્કૂલ,ગોતા, સાબરમતી કન્યા વિદ્યાલય, સાબરમતી, સ્વામિનારાયણ વિદ્યાલય, મણિનગર, વિદ્યાનગર પ્રાથમિક સ્કૂલ, બાપુનગર

Shah Jina