બોરમાં નહોતું આવી રહ્યું પાણી, પછી અચાનક આવી ગયા ગાય માતા અને પછી છૂટ્યા ફુવારા, લોકો પડી ગયા ગાય માતાના પગમાં, આશીર્વાદ પણ આપ્યા, જુઓ વીડિયો

બોરમાં નહોતું આવી રહ્યું પાણી, પછી અચાનક આવી ગયા ગાય માતા અને પછી છૂટ્યા ફુવારા, લોકો પડી ગયા ગાય માતાના પગમાં, જુઓ

Water in borewell after coming of cows : આપણા દેશની અંદર ઘણી બધી જગ્યાએ અદભુત ચમત્કાર જોવા મળે છે. ઘણીવાર આવા ચમત્કારો વૈજ્ઞાનિકો પણ નથી જાણી શકતા અને તેમના માટે પણ શોધનો વિષય બની જાય છે. આપણે આપણા પૂર્વજો પાસે પણ આવા ઘણા ચમત્કાર વિશે સાંભળ્યું હશે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક અદભુત ચમત્કાર જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ગાય માતા એક બોરવેલ પાસે ઉભા છે અને આ બોરવેલ પણ તાજો જ બનેલો છે. જેમાંથી પાણીના ધધૂડા પડી રહ્યા છે. વીડિયોની સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે કે ગાય માતા આવ્યા બાદ બોરવેલમાં પાણી આવી ગયું. આ સાથે જ એમ પણ જોવા મળી રહ્યું છે કે ત્યાં ઉભેલા લોકો ગાય માતાને પગે લાગી રહ્યા છે.

વીડિયોમાં જોવા મળે છે કે એક પછી એક વ્યક્તિ ગાય માતાને પગે લાગે છે અને ગાય માતા પણ પોતાનો આગળનો પગ ઉઠાવી આશીર્વાદ લેતા વ્યક્તિની પીઠ પર મૂકીને આશીર્વાદ પણ આપે છે. આ દૃશ્ય ખરેખર કોઈ ચમત્કારથી કમ નથી લાગતું. લોકો પણ આ દૃશ્ય જોઈને આનંદિત થઇ ગયા છે.

આ વીડિયો ક્યાંનો છે અને ક્યારેનો છે તેના વિશેની જાણકારી સામે નથી આવી, ઉપરાંત ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ ચમત્કાર જોઈને અભિભૂત થઇ ગયા છે, સાથે જ કોમેન્ટમાં જય ગાય માતા પણ લખી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bhare Kari (@bhare_kari)

Niraj Patel