લો બોલો… આ ભાઈએ કુલરના ડબ્બામાં જ બનાવી દીધી સાઇકલ, વીડિયો જોઈને લોકોએ પકડી લીધું માથું… તમે પણ જુઓ

હે ભગવાન, આ શું શું જોવું પડી રહ્યું છે ! ભાઈએ જુગાડ દ્વારા કુલરમાં બનાવી દીધી સાઇકલ, રોડ પર નીકળતા લોકો જોતા જ રહી ગયા, વાયરલ થયો વીડિયો

Cooler Cycle Video Is Getting Viral : હાલ દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમીથી બચવા માટે લોકો અલગ અલગ પ્રકારના જુગાડ પણ અપનાવતા હોવા મળે છે. આવા ઘણા જુગાડના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પણ જોવા મળે છે, જેને જોઈને લોકો પેટ પકડીને હસતા પણ હોય છે, તો કેટલાક જુગાડ અન્ય લોકોને પણ કામ લાગે છે, પરંતુ હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકોને પોતાનું માથું પકડી લીધું છે, કારણ કે આ વીડિયોમાં એક ભાઈએ કુલર વાળી સાઇકલ બનાવી.

જો કે, યુઝર્સ પણ સમજી શકતા નથી કે આ મોબાઇલ કુલર સાઇકલ છે કે રિક્ષા. પરંતુ અમે ખાતરી આપી શકીએ છીએ કે આ જુગાડ જોઈને તમે દંગ રહી જશો. વાયરલ થઈ રહેલા આ વીડિયોને ઈન્સ્ટાગ્રામના @imran_soyla હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. પોસ્ટમાં તમે જોશો કે ત્રણ પૈડાં પર લાગેલું આ કૂલર વાહન રસ્તા પર દોડી રહ્યું છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 5.70 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. તેને 56 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયો ડિસેમ્બરમાં શેર કરવામાં આવ્યો હતો પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોએ આ અંગે કમેન્ટ પણ કરી છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને પોતાનું માથું પણ પકડી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by iMRAN [TEAM SOYLA] (@imran_soyla)

Niraj Patel