જામફળનું હેલ્ધી અને ટેસ્ટી શરબત બનાવીને પીવડાવો પરિવારજનોને અને પીરસો મહેમાનોને પણ, નોંધી લો રેસિપી

0

આપણે લગભગ બધા જ ફ્રૂટ્સના જ્યુસ પીધા જ હશે પણ જામફળનો શરબત પીવાની પણ એક અલગ જ મજા છે. ત્યારે આજે આપણે જોઈશું કે જામફળનો સધરબત કેવી રીતે બને છે. જામફળનો શરબત તમે મહેમાનોને પણ સર્વ કરી શકો છો. એ પીધા પછી બધા જ ખૂબ જ રિફ્રેશિંગ ફીલ કરશે. જામફળનો શરબત એનર્જી બૂસ્ટરનું કામ પણ કરે છે. તો ચાલો જોઈએ કે કેવી રીતે બનાવવો જામફળનો શરબત –

સામગ્રી –

  • જામફળ 3 નંગ
  • ખાંડ 2 ચમચી
  • મરી પાવડર 1/4 ચમચી
  • લીંબુનો રસ 1/2 ચમચી
  • સંચળ પાવડર 1/4 ચમચી
  • મીઠુ 1/4 ચમચી
  • લાલ મરચું ચપટી
  • પાણી 1 ગ્લાસ

રીત –

સૌપ્રથમ જામફળ લઇ લો અને એના ટુકડા કરી લો પછી એને મિક્સર જારમાં ખાંડ એડ કરી પીસી લો પ્યૂરી બની જાય એટલે એને ગળણીથી ગાળી લો જેથી બીયા નીકળી જાય પછી એક ગ્લાસમાં 2 ચમચી પ્યૂરી અને એમાં ઠંડુ પાણી એડ કરી સંચર મીઠુ મરી પાવડર ચપટી મરચું અને લીંબુનો રસ એડ કરી મિક્સ કરી હલાવી લો બરાબર મિક્સ થઈ જાય એટલે સર્વ કરો તૈયાર છે ઠંડો ઠંડો જામફળનો શરબત હેલ્ધી ટેસ્ટી જરૂરથી બનાવજો.

જામફળનો શરબત બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here