જીવનશૈલી

જમાઈ રાજા ફેમ અભિનેતા રવી દુબેએ ખરીદી લગ્ઝરી કાર, કિંમત છે આટલા કરોડ

ટીવી નો ફેમસ શો ‘જમાઈ રાજા’ માં મુખ્ય રોલ નિભાવનારા અભિનેતા રવિ દુબે અને તેની પત્ની સરગુન મેહતાનું જીવન હાલના દિવસોમાં ખુશીઓથી ભરપૂર છે. આ કપલના ઘરે તાજેતરમાં જ એક નવું મહેમાન આવ્યું છે, જેનું બંન્નેએ પોતાના ઘરે સ્વાગત કર્યું છે. આ મહેમાનની રવિ અને સરગુન આગળના ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

ખુશીની વાત એ છે કે સરગુન અને રવિએ તાજેતરમાં જ નવી લગ્ઝરિયસ કાર BMW X7 ખરીદી છે. જેની તસ્વીરો પણ બંન્નેએ પોતાના એકાઉન્ટ પર શેર કરી હતી. તસ્વીરોમાં બંન્ને નવી નવેલી ગાડીની સામે ઊભીને પોઝ આપતા દેખાઈ રહ્યા છે.

Image Source

બંન્ને કલાકાર આ ગાડી ખરીદવાની ઈચ્છા પુરી થવા પર ખુબ જ ખુશ છે. રવિ દુબેએ કાર ખરીદવાને એક મોટી ડીલ પણ જણાવી છે. બજારમાં આ ગાડીની કિંમત 98 લાખથી 1.25 કરોડ રૂપિયા છે.

Image Source

રવિએ નવી ગાડીની સાથે તસ્વીર શેર કરતા લખ્યું કે,”હું એ દેખાડવાની કોશિશ નહીં કરું કે બીએમડબ્લ્યુ ગાડી એક નાની વાત છે, કેમ કે આમરા માટે આ ગાડી ખરીદવી ખુબ જ મોટી વાત છે. હું અને સરગુન એક દશક પહેલા કરોલ બાગથી મુંબઈ આવ્યા હતા. આપણા બધાના સપના હોય છે, ભવિષ્યને જોવાનો એક હેતુ હોય છે. મારી અને સરગુનની જર્ની પણ ત્યાંથી જ શરૂ થઇ હતી. આજે ખુશીનો દિવસ છે અને ભવ્ય ઉજવણી કરવાનો પણ.”

Image Source

રવિ અને સરગુન આગળના ઘણા સમયથી ટીવી જગત સાથે જોડાયેલા છે. તેઓના અભિનયને પણ ખુબ પસંદ કરવામાં આવે છે. રવિ દુબેનો શો જમાઈ રાજા ને ખુબ સારો અભિપ્રાય મળી રહ્યો છે અને તેના અભિનયની પણ ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

#maldives #saravi

A post shared by Ravi Dubey (@ravidubey2312) on

રવિ દુબે અભિનયની સાથે સાથે એન્કરીંગ અને ડાન્સ ફિલ્ડમાં પણ કાર્યરત છે. જ્યારે સરગુન ટીવી ઇન્ડસ્ટ્રીની સાથે સાથે પંજાબી ઇન્ડસ્ટ્રીમાં પણ ખુબ જ સક્રિય છે. પંજાબી ઇન્ડસ્ટ્રીમાં સરગુન એક મોટું નામ બની ગઈ છે. સરગુન અત્યાર સુધીમાં ઘણી પંજાબી ફિલ્મો કરી ચુકી છે. અમુક સમય પેહલા રવિ અને સરગુને સાથે મળીને પંજાબી ફિલ્મ ‘કાલા શાહ’ પ્રોડ્યુસ પણ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ravi Dubey (@ravidubey2312) on

રવિ અને સરગુન પેહલી વાર ટીવી શો ‘કરોલ બાગ’માં જોવા મળ્યા હતા. જેમાં બંન્નેએ એકબીજાના પતિ-પત્નીનો કિરદાર નિભાવ્યો હતો અને આ શો દ્વારા જ બંન્નેની લવ સ્ટોરીની પણ શરૂઆત થઇ હતી. જેના પછી બંન્ને નચ બલિયે-5 માં પણ જોવા મળ્યા હતા. આ શો માં રવિએ સરગુનને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યું હતું. જેના પછી ડિસેમ્બર-2013 માં રવિ અને સરગુને હિંદુ રિવાજથી લગ્ન કર્યા હતા.

Author: GujjuRocks Team


તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ