બૉલીવુડ અભિનેતા રણબીર કપૂરની બહેન અને ઋષિ કપૂરની મોટી દીકરી રિદ્ધિમાં સાપૂર સાહની હાલના દિવસોમાં ન્યુયોર્કમાં છે,જ્યા તેઓ પિતા ઋષિ કપૂરને મળવા માટે ગયેલા છે. એવામાં અભિષેક બચ્ચન પણ પત્ની ઐશ્વર્યા અને દીકરી આરાધ્યા સાથે પણ ન્યુયોર્ક ઋષિ કપૂરને મળવા માટે પહોંચી ગયા છે. જણાવી દઈએ કે ઋષિ કપૂર લાંબા સમયથી પોતાના કેન્સરના ઈલાજ માટે ન્યુયોર્ક માં છે.
View this post on Instagram
That amazing feeling in your lows when there is Positivity 💃🏻Happiness 😁Love 🥰 and that Wink 😜!!!!
પહેલાથી જ કપૂર પરિવાર અને બચ્ચન પરિવાર વચ્ચે સારી એવી મિત્રતા રહી છે. એવામાં બચ્ચન પરિવાર ઋષિ કપૂરના હાલચાલ જાણવા માટે ન્યુયોર્ક પહોંચ્યા છે.એવામાં રિદ્ધિમાએ ઐશ્વર્યા સાથેની તસ્વીર શેર કરી છે, જેમાં બંનેની દીકરીઓ સમારા સાહની અને આરાધ્યા બચ્ચન પણ દેખાઈ રહી છે.
તસ્વીરમાં રિદ્ધિમાં અને ઐશ્વર્યા વચ્ચેની મિત્રતા સ્પષ્ટ દેખાઈ રહી છે.જ્યા ઐશ્વર્યા રિદ્ધિમાંના સોલ્ડર પર હાથ મૂકીને ઉભેલી છે જયારે આરાધ્યાએ પણ પ્રેમથી સમારાને ગળે લગાડી છે. તસ્વીરને શેર કરતા રિદ્ધિમાંએ લખ્યું કે,” મમ્મીઓ અને દીકરીઓ”.આ સિવાય અન્ય શેર કરેલી તસ્વીરમાં તેઓની સાથે અભિષેક બચ્ચન પણ દેખાઈ રહ્યા છે.
ઐશ-અભી ન્યુયોર્કમાં કપૂર પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે.ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂર અને રિદ્ધિમાં કપૂરે ઐશ સાથેની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.તસ્વીરમાં ઐશ-રિદ્ધિમાની સાથે સાથે સમારા અને આરાધ્યાની ક્યૂટ બોન્ડિંગ દેખાઈ રહી છે.
અમુક સમય પહેલા પણ તેઓએ તસ્વીરો શેર કરી હતી જેમાં ઐશ-અભી,આરાધ્યા, રિદ્ધિમા, સમારા, ઋષિ કપૂર, નીતુ કપૂર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ નજરમાં આવ્યા હતા.આલિયા ભટ્ટ પણ પોતાના વ્યસ્ત શેડ્યુલ માંથી સમય કાઢીને ન્યુયોર્ક પહોંચી હતી અને પરિવાર સાથે તસ્વીરો પણ લીધી હતી જેને જોઈને લાગી રહ્યું છે કે કપૂર પરિવારે આલિયા ભટ્ટને સ્વીકારી લીધી છે.
જણાવી દઈએ કે ઋષિ કપૂર આગળના નવ મહિનાથી ન્યુયોર્કમાં પોતાના કેન્સરનો ઈલાજ કરાવી રહ્યા છે.પહેલા કરતા ઋષિ કપૂરની તબિયતમાં ઘણો સુધાર છે અને તે જલ્દી જ ભારત પાછા ફરી શકે તેમ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks