ખબર

વડોદરા: કોરોના પોઝિટિવ આવવાના કારણે ડિપ્રેશનમાં આવી જીવન ટૂંકાવી નાખ્યું, 2 બાળકોના માથેથી છીનવાઈ ગયો પિતાનો પડછાયો

કોરોના કાળની અંદર ઘણા લોકો કોરોના સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવે છે. તો ઘણા લોકો બેકારી અને બેરોજગારીથી કંટાળી અને આર્થિક સંકળામણમાં આવીને પણ પોતાનો જીવ આપી દેતા હોય છે.

ત્યારે હાલ મળતી ખબર પ્રમાણે વડોદરામાં ન્યુ સમા રોડ ઉપર આવેલી જય યોગેશ્વર સોસાયટીમાં રહેતા 38 વર્ષીય હરિઓમ જગન્નાથ ઝા નો કોરોના રિપોર્ટ પોઝટિવ આવ્યા બાદ તે હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. પરંતુ બુધવારના રોજ બપોરે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવી લીધું હતું.

38 વર્ષીય હરિઓમ કોરોના સંક્ર્મણમાં આવ્યા બાદ માનસિક રીતે તૂટી પડ્યા હતા. બુધવારે બપોરે 4 વાગ્યાની આસપાસ જયારે ઘરમાં કોઈ નહોતું ત્યારે તેમને મોતને વહાલું કરવાનું વિચારી લીધું અને ગળે ફાંસો ખાઈ લીધો. જયારે તેમની પત્ની ઘરે પરત આવી ત્યારે હરિઓમને ફાંસીના ફંદા ઉપર લટકતા જોઈને ભાંગી પડી હતી.

હરિઓમને એલ 2 વર્ષ અને એક 6 વર્ષના એમ બે બાળકો પણ છે. છેલ્લા ઘણા વર્ષોથી તે વડોદરામાં પરિવાર સાથે રહી અને એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ ઘટનાની જાણ પાડોશીઓને થતા જ તે પણ દોડી આવ્યા હતા અને સમા પોલીસને પણ જાણ કરવાં આવી હતી. પોલીસ પણ ઘટના સ્થળે તરત આવી પહોંચી હતી અને હરિઓમની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

તો આ બાબતે હરિઓમની પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે મંગળવારે હરિઓમની તબિયત ખરાબ થવાના કારણે તેમને કોરોના ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યા હતા. અને તે વારંવાર તેમને કોરોના કેમ આવ્યો એમ જણાવી રહ્યા હતા. કોરોના સંક્રમિત થવાના કારણે તે માનસિક રીતે પડી ભાંગ્યા હતા અને બુધવારે જયારે ઘરમાં કોઈ નહોતું ત્યારે તેમને પંખા ઉપર રૂમાલ બાંધી અને ફાંસી લગાવી લીધી હતી.