ફૂલોથી સજેલ સાડી ગાઉનમાં ઇશા અંબાણીનો ખૂબસુરત લુક, 10 હજાર કલાકમાં બની થયુ તૈયાર- જુઓ PHOTOS

બિઝનેસ વુમન અને મુકેશ-નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી આ વર્ષે પણ મેટ ગાલા 2024નો ભાગ બની છે. આ રેડ કાર્પેટ શોમાં ઈશા અંબાણીની ગ્લેમરસ સ્ટાઈલ જોવા મળી હતી. ઈશાનો લુક તેની ખૂબસુરતીને પ્રદર્શિત કરતો હતો. ઈશા અંબાણીએ આ વર્ષે ગોલ્ડન ફ્લોરલ ગાઉન પહેર્યુ હતુ, આ લુકને કંપલીટ કરવા માટે તેણે હેવી ગોલ્ડ એક્સેસરીઝ પહેરી હતી. એટલું જ નહીં ઈશા અંબાણીની સ્ટાઈલ આ સમગ્ર લુકને વધુ સુંદર બનાવી રહી હતી.

આ લુક ભારતીય કારીગરોની મહેનત દર્શાવે છે અને તેને ખૂબ જ ખાસ રીતે બનાવવામાં આવ્યો છે. ઈશાએ તેના ગોર્જીયસ લુક સાથે એક નાનો ક્લચ કેરી કર્યો હતો. જેમાં પ્રાચીન ભારતીય કળાના એકરૂપ નક્કાશી અને મિનિએચર પેંટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ‘સ્વદેશ’ દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે.

આ જેડ ક્લચ બેગ જયપુરના કારીગર હરિ નારાયણ મારોટિયાએ બનાવ્યુ છે. નાનુ હોવા છત્તા આ ક્લચ પર કરવામાં આવેલ પેઇન્ટિંગ ખૂબ જ ડિટેઇલ્ડ અને એક્સપ્રેસિવ હતી, જે ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરનું ચિત્રણ કરે છે. ઈશા અંબાણીના સાડી ગાઉનનો દેખાવ ઉપરથી નીચે સુધી ખૂબ જ સુંદર હતો.ઈશા અંબાણીના આ ગાઉનને અનિતા શ્રોફ અને રાહુલ મિશ્રાએ ડિઝાઈન કર્યા છે.

અનિતા શ્રોફે ઈશાના લુકની ઝલક પણ બતાવી છે. આ ગાઉનની વિશેષતા જણાવતા અનિતાએ લખ્યું કે, ‘સમયનો અમારો બગીચો. ઈશાએ ભારતીય ડિઝાઈનર રાહુલ મિશ્રા દ્વારા ડિઝાઈન કરેલ હેન્ડ એમ્બ્રોઈડરી સાડી ગાઉન પહેર્યુ હતુ. આ વર્ષની મેટ ગાલા થીમ ‘ધ ગાર્ડન ઓફ ટાઈમ’ માટે રાહુલ અને અનિતાએ ઈશા માટે આ વૈવિધ્યપૂર્ણ દેખાવમાં કુદરતના ભવ્ય અને વિપુલ જીવનચક્રને દર્શાવવાનું આયોજન કર્યું, જેને પૂર્ણ કરવામાં 10,000 કલાકથી વધુ સમય લાગ્યો હતો.’

આ વર્ષે 2024 મેટ ગાલા માટેનો ડ્રેસ કોડ ‘ધ ગાર્ડન ઑફ ટાઈમ’ છે. 2024 મેટ ગાલા કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટના નવા પ્રદર્શન ‘સ્લીપિંગ બ્યુટીઝ: રિવાકિંગ ફેશન’નો જશ્ન મનાવશે. આ વખતે હસીનાઓ થીમ અને ડ્રેસ કોડ પ્રમાણે આઉટફિટ પહેરીને ઇવેન્ટમાં હાજરી આપી રહી છે.

Shah Jina