કપલની નિબ્બા-નિબ્બી વાળી હરકત,મેટ્રોમાં કિસ, હવે બેંગલુરુ મેટ્રોમાં ઇંટીમેટ થતુ જોવા મળ્યુ કપલ, વિડીયો વાયરલ

દિલ્લી બાદ હવે બેંગલુરુ મેટ્રોમાં ઇંટીમેટ થતુ જોવા મળ્યુ કપલ, વીડિયો વાયરલ થવા પર પોલિસે કર્યુ રિએક્ટ

દિલ્હી મેટ્રોમાં કપલ્સના રોમાન્સના ઘણા વીડિયો સામે આવી ચૂક્યા છે, જો કે હવે આ ટ્રેન્ડ દિલ્લીથી બેંગલુરુ સુધી પણ પહોંચી ગયો છે. એક વીડિયો બેંગલુરુ મેટ્રોમાંથી સામે આવ્યો છે. એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે, જેમાં એક યુવાન કપલ ચાલતી મેટ્રો ટ્રેનના ઓટોમેટિક દરવાજા પાસે ખુલ્લેઆમ ઈન્ટિમેટ થતુ જોવા મળી રહ્યું છે.

વીડિયો શેર કરનાર યુઝરનું કહેવું છે કે કપલ કિસ પણ કરી રહ્યું હતું, જેના પર અધિકારીઓ પાસેથી કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. આ વીડિયો શેર કરતા લખવામાં આવ્યું છે કે કોઈએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં એક કપલ બેંગલુરુ મેટ્રોમાં રોમાન્સ કરી રહ્યું છે. વીડિયોમાં છોકરી કથિત રીતે છોકરાને કિસ પણ કરી રહી છે.

વીડિયો શેર કરનાર યુઝરે બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન (BMRCL) અને બેંગલુરુ પોલીસને ટેગ કરીને લખ્યું, “@OfficialBMRCL @NammaMetro_ @BlrCityPolice, નમ્મા મેટ્રોમાં શું થઈ રહ્યું છે? તે ધીમે ધીમે દિલ્હી મેટ્રો બની રહી છે. તેમની સામે કોઈ પગલાં લો. છોકરી છોકરાને કિસ પણ કરી રહી હતી.” બેંગલુરુ પોલીસે આ ટ્વીટનો જવાબ આપ્યો અને ફરિયાદને ગંભીરતાથી લીધી. ઘણા લોકોએ આ કૃત્ય પર ગુસ્સો વ્યક્ત કર્યો અને જાહેર સ્થળોએ શિષ્ટાચાર જાળવવા કહ્યું. જો કે કેટલાક લોકોએ પરવાનગી વિના વીડિયો બનાવવા પર પણ સવાલ ઉઠાવ્યા .

Shah Jina