‘બંધ કરો એક્સપરીમેન્ટ કરવાનું…’ દુકાનવાળાએ બરફ ગોલા પર નાખી નાખી એવી વસ્તુઓ કે વિચારમાં પડી ગયા લોકો
ઉનાળાની ઋતુમાં આઈસ્ક્રીમનું વેચાણ પૂરજોશમાં ચાલે છે. લોકો બરફના ગોળાનો પણ ગરમીમાં ખૂબ આનંદ લેતા હોય છે. હાલમાં જ એક એવા ગોળા વાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે અમદાવાદનો હોવાનું કહેવાય છે. સ્ટ્રીટ વેન્ડર ગોળામાં ચીઝ, મેવા અને ચોકલેટ નાખે છે. નેટિજન્સ આ વીડિયોને ‘ગોલા ઓફ ધ યર’ નામ આપી રહ્યા છે.
વીડિયોમાં વ્યક્તિ પહેલા બરફને સામાન્ય બોલ જેવો બનાવે છે. આ પછી તે તેમાં રબડી, ફ્લેવર્ડ સુગર, તુટી ફ્રુટી, ડ્રાયફ્રુટ્સ અને ચોકલેટ પણ ઉમેરે છે. અત્યાર સુધી તો ગોળો નોર્મલ લાગતો હતો પણ આ પછી દુકાનદાર ચીઝને પણ ગોળા પર નાખે છે, આ વીડિયો સિદ્ધાર્થ શાહ નામના ફૂડ બ્લોગરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જે થોડી જ વારમાં વાયરલ થઈ ગયો.
આ વીડિયો પર તેણે લખ્યું છે, “ડિશ ગોલા ઓફ ધ યર”. આ ગોલા અમદાવાદના ગોતામાં ઉમિયા આઈસ ગોલા સ્ટોલ પર વેચાઈ રહ્યો છે, આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે, અને ઘણા યુઝર્સ તેને પસંદ કરી રહ્યા છે તો મોટાભાગના લોકો તેનો ટેસ્ટ કરવાનો પણ ઇનકાર કરી રહ્યા છે.
View this post on Instagram