1 કરોડની કાર ચલાવતી જોવા મળી વાયરલ વડાપાવ ગર્લ, વીડિયો વાયરલ થતા જ મચી ગયો હંગામો

1 કરોડની કારમાં નજર આવી ફેમસ વડાપાવ ગર્લ, બોલી- જલ્દી કંઇ મોટુ થવાનું છે- વીડિયો વાયરલ

હાલમાં જ દિલ્હીની પ્રખ્યાત ‘વડા પાવ ગર્લ’ ઉર્ફે ચંદ્રિકા ગેરા દીક્ષિત પોલીસ સાથે ગેરવર્તન કરવાને લઇને ચર્ચામાં હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હોવાનો ખોટો દાવો કરી રહી હતી. પરંતુ હવે ચંદ્રિકા તેની લક્ઝરી કારને કારણે ઈન્ટરનેટ પર છવાયેલી છે. હાલમાં જ તે ફોર્ડ મસ્ટેંગ કારમાં જોવા મળી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ ક્લિપ જોયા બાદ યુઝર્સ ચોંકી ગયા છે. લગભગ એક કરોડની કારમાં ચંદ્રિકા ગેરાને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા વિડિયોમાં ચંદ્રિકા લક્ઝરી અને મોંઘી ફોર્ડ મસ્ટેંગ કારની પેસેન્જર સીટમાંથી બહાર નીકળતી અને iPhone 15 Pro, Apple Watch અને AirPods લેવા માટે એક દુકાનમાં જતી જોવા મળે છે.

આ વિડિયો એક દુકાન માટેની જાહેરાતનો ભાગ હોય તેવું લાગે છે. જો કે, ફોર્ડ મસ્ટેંગ સાથેના વીડિયો બાદ સોશિયલ મીડિયામાં થોડી તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે ઘણા વીડિયોમાં તે પોર્શે જેવી મોંઘી કાર ચલાવતી અને ફોટોગ્રાફ ક્લિક કરાવતી પણ જોવા મળી રહી છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ કાર તેની પોતાની નહિ હોય.

ઘણા યુઝર્સ આ વીડિયોને પબ્લિસિટી સ્ટંટ માની રહ્યા છે અને તેની સરખામણી રાખી સાવંત સાથે કરી રહ્યા છે. એકે લખ્યું – લો બોલો, આ લોકો વડાપાવ વેચી મસ્ટેંગ ખરીદી રહ્યા છે અને ભણેલા-ગણેલા લોકો ધક્કા ખાઇ રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું છે – ઘણી મુશ્કેલી પછી તેણે Mustang ખરીધી. બીજા એક યુઝરે લખ્યું- વડાપાવ વેચવાવાળીએ મસ્ટેંગ ખરીદી લીઘી, દાળમાં કંઈક કાળું છે.

Shah Jina