બળદ અને પોલિસકર્મી વચ્ચે થઇ લડાઇ ! રસ્તા પર થયેલ ફાઇટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

બળદને ડંડાથી મારવું પોલિસકર્મીને પડ્યુ ભારે, રસ્તા પર પોતાને બચાવતા કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ બળદ પર ડંડાથી હુમલો કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રસ્તા પર હાજર અન્ય લોકો પણ બળદને મારતા જોવા મળે છે. આ મામલો ઉત્તર પ્રદેશના હરદોઈનો હોવાનું કહેવાઇ રહ્યુ છે.

ઘટનાસ્થળે હાજર કોઇએ આ ઘટનાનો વીડિયો બનાવીને ઓનલાઈન શેર કરી દીધો હતો, જે બાદમાં વાયરલ થઇ ગયો. વીડિયોમાં પોલીસકર્મી બળદને ડંડા વડે ભગાડવાની કોશિશ કરી રહ્યો છે, અને તે બળદને મારે પણ છે. આ દરમિયાન કેટલાક લોકો પોલીસકર્મીની મદદ પણ કરે છે અને બળદને મારવા લાગી જાય છે.

જો કે, આ પછી બળદ કોન્સ્ટેબલનો પીછો કરે છે અને કોન્સ્ટેબલ તેનાથી બચવાનો પ્રયાસ કરે છે. બળદ અને પોલિસકર્મી વચ્ચે લાંબા સમય સુધી આ ચાલુ રહે છે. વીડિયો શેર કરનાર યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘બળદે પોલીસકર્મીનો પીછો કર્યો, એવું લાગે છે કે તેણે હેડ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો છે.’

Shah Jina