આ કાજુ કતરી ! ઈડરની મિઠાઇની દુકાનમાંથી લીધેલ કાજુ કતરીમાંથી નીકળી બ્લેક

સાબરકાંઠા: કાજુ કતરીમાંથી નીકળી બ્લેડ, આ કાજુ કતરી તમારું ગળું ફાડી નાંખશે! જાણો સમગ્ર મામલો

છેલ્લા ઘણા સમયથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય અને દેશમાંથી ભોજનમાં જીવાત નિકળવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જો કે, હાલમાં સાબરકાંઠાથી એક એવો કિસ્સો સામે આવ્યો, જે જાણીને તમે પણ ચોંકી ઉઠશો. સાબરકાંઠાના ઈડરની જય ભવાની સ્વીટ દુકાનમાંથી એક પરિવારે કાજુ કતરી ખરીદી હતી.

 

જ્યારે પરિવાર કાજુ કતરી આરોગી રહ્યો હતો ત્યારે તેમના ધ્યાને આવ્યું કે તેમાં બ્લેડ છે. આ દરમિયાન પરિવાર ચોંકી ગયો. જો કે સારી વાત તો એ રહી કે પરિવારને કાજુ કતરીમાંથી બ્લેડ હોવાનું ધ્યાને આવ્યુ, નહિ તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત. પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠાના ઇડરમાં એક પરિવારના દીકરાના ધોરણ 5માં સારા માર્ક્સ આવ્યા હોવાને કારણે ખુશીનો માહોલ હતો, જેને કારણે તેમણે કાજુ કતરી મંગાવી હતી.

 

જય ભવાની સ્વીટ નામની દુકાનમાંથી પરિવારે કાજુ કતરી ખરીદી હતી. મોઢું મીઠું કરાવવા જેવું મીઠાઇનું બોક્સ ખોલ્યુ કે પરિવાર ચોંકી ગયો. કારણ કે કાજુ કતરીમાં ધારદાર બ્લેડ હતી.કલ્પના કરો કે જો ખુશીના માહોલમાં જોયા વગર આ મીઠાઇ પરિવારે ખાઇ લીધી હોત તો દુર્ઘટના સર્જાત. એવું સામે આવ્યુ છે કે આ મામલે પરિવાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં રજૂઆત કરશે.

Shah Jina