અમદાવાદના રાણીપમાં મતદાન કર્યા બાદ દિવ્યાંગ મહિલાને મળી ભાવુક થાય PM મોદી, દર્શાવ્યો સ્નેહ- જુઓ વીડિયો

લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણમાં આજે એટલે કે 7 મેના રોજ મંગળવારે ગુજરાતના સુરતને છોડીને બાકી બધી 25 સીટો પર વોટિંગ થઇ રહ્યુ છે. સુરત સીટ પર ભાજપા પ્રત્યાશી મુકેશ દલાલ પહેલા જ નિર્વિરોધ ચૂંટણી જીતી ગયા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં નિસાન સ્કૂલમાં મતદાન કર્યુ. આ દરમિયાન પીએમ મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.

મતદાન કર્યા બાદ પીએમ મોદીએ ત્યાં હાજર લોકોનું અભિવાદન ઝીલ્યુ હતુ. પીએમ મોદીને જોવા અને તેમને મળવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. વોટિંગ બાદ તેમણે આંગળી પર લાગેલ નિશાન બતાવી લોકોને વોટ આપવા પ્રેરિત કર્યા હતા. ત્યાંં પીએમ મતદાન કેન્દ્રથી નીકળ્યા બાદ એક દિવ્યાંગ મહિલાને મળ્યા હતા અને આ દરમિયાન તેઓ ભાવુક થઇ ગયા હતા.

પીએમ મોદી અભિવાદન કરતા સમયે અચાનક પ્રોટોકોલ તોડી ભીડમાં ઉભેલ એક દિવ્યાંગ મહિલાને મળ્યા. તેમણે આ મહિલાની વાત શાંતીથી સાંભળી અને માથે હાથ મુકી સ્નેહ દર્શાવ્યો. ત્યારે આ દરમિયાન SPG કમાન્ડોએ રોકવાનો પ્રયત્ન કર્યો તો ઈશારો કરીને તેમને પાછળ હટી જવા કહ્યું.

જણાવી દઇએ કે, જ્યારે પીએમ રાણીપ ખાતે મતદાન કરવા પહોંચ્યા ત્યારે ગેટની અંદર તેમના મોટા ભાઇ સોમાભાઇ મોદી તેમની રાહ જોઈ રહ્યા હતા. પીએમ ત્યાં પહોંચતા જ તેમને પગે લાગ્યા. આ ઉપરાંત પીએમ મોદી ભીડમાં એક વૃદ્ધાને મળ્યા અને વૃદ્ધાએ તેમના હાથે રાખડી પણ બાંધી.

Shah Jina