PM મોદીને જોઇ ઉત્સાહિત થઇ બાળકી, રેલિંગ કૂદી સીધી પહોંચી ગઇ મોદી દાદાને મળવા, PMએ પણ બોલાવી કર્યો વ્હાલ

PM મોદીને મળવા માટે બાળકી કૂદી ગઇ રેલિંગ, નરેન્દ્ર દાદાને મળી થઇ ખુશ

ગુજરાતની 25 બેઠકો પર આજે એટલે કે 7 મેએ મતદાન થઇ રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યું. સવારે 7 વાગે મતદાન શરૂ થયાના થોડા સમય બાદ પીએમ મોદી રાણીપની નિશાન પબ્લિક સ્કૂલ પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.મતદાન કર્યા બાદ પીએમ મોદીએ ત્યાં હાજર લોકોનું અભિવાદન ઝીલ્યુ હતુ.

પીએમ મોદીને જોવા અને તેમને મળવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. વોટિંગ બાદ તેમણે આંગળી પર લાગેલ નિશાન બતાવી લોકોને વોટ આપવા પ્રેરિત કર્યા હતા. ત્યારે કેસરી કોટી પહેરીને મતદાન કરવા અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં પહોંચેલા પીએમ મોદીને મળવા માટે એક બાળકી ખૂબ જ ઉત્સાહિત હતી અને તે રેલિંગ કૂદીને સીધી જ મોદી દાદાને મળવા જતી રહી.

જો કે, આ દરમિયાન પીએમના બ્લેક કમાન્ડોએ તેને રોકી પણ પીએમની આ ઘટના પર નજર પડતા બાળકીને તેમણે નજીક બોલાવી અને માથા પર વ્હાલથી હાથ ફેરવ્યો. આ પછી તેમણે તે બાળકી સાથે વાત પણ કરી. આ બાળકીનું નામ ચિન્કી ત્રિવેદી છે, જેણે દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં કહ્યુ કે તે સેક્ટર-5 61 નંબરમાં રહે છે,

તે PMને જોઈને રેલિંગ કૂદી નીચે જતી રહી અને આ પછી બ્લેક કમાન્ડોએ તેને રોકી જો કે નરેન્દ્રદાદાએ તેને બોલાવી લીધી. તેણે કહ્યુ- મને નરેન્દ્રદાદાએ પૂછ્યું કે તારું નામ શું છે? મેં કહ્યું, મારું નામ ચિન્કી છે. તેમણે પૂછ્યું કઈ સ્કૂલમાં ભણે છે? તો મેં કહ્યુ- બાલમુકુંદ વિધાલયમાં ભણું છું. જણાવી દઇએ કે, આ દરમિયાન ઇમોશનલ દ્રશ્યો પણ સર્જાયા હતા,

નરેન્દ્રમોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી માતાને યાદ કરી રડી પડ્યા હતા. તેમણે કહ્યુ- ‘પીએમ પોતાની મતદાન સ્લિપ લઈને મતદાન મથક પર પહોંચ્યા અને ત્યાર બાદ તેમણે મતદાન કર્યું. તેઓ વોટ આપીને બહાર નીકળ્યા ને પછી મેં મતદાન કર્યું.’ માતા વગરનું આ પહેલું મતદાન છે. આ યાદ કરી સોમાભાઈની આંખો ભીની થઈ ગઈ અને તે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા.

 

View this post on Instagram

 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

Shah Jina