વાયરલ

આ 6 વર્ષનું ટેણીયું કરવા માંગે છે લગ્ન, વીડિયોમાં તેની વાતો સાંભળીને તમે પણ હસી હસીને બઠ્ઠા પડી જશો

સોશિયલ મીડિયા આજે મનોરંજનનું એક ખુબ જ મોટું સાધન બની ગયું છે, તેના દ્વારા ઘણા વીડિયો રાતો રાત વાયરલ પણ થઇ જતા હોય છે. એવો જ એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક 6 વર્ષનું બાળક લગ્ન કરવાની વાત કરી રહ્યું છે.

પૂર્વ નૌસેના અધિકારી હરવિન્દર સિંહ સિક્ક્કાએ પોતાના ટ્વીટર ઉપર આ વીડિયોને શેર કર્યો છે. જેમાં 6 વર્ષના બાળકનો ક્યૂટ અંદાજ જોઈને ચાહકો પણ હસવા ઉપર મજબુર થઇ રહ્યા છે. આ વીડિયોમાં હરવિન્દર સિંહે નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા છે.

વીડિયોના કેપશનની અંદર તેમને લખ્યું છે કે “યુવા પાંડેજી છ વર્ષના છે. તે સ્માર્ટ છે,,  બુદ્ધિમાન અને અને નિશ્ચિત રૂપે પપ્પુ નથી. સ્માર્ટફોન તેનું રમકડું છે. તેની વાતો તર્ક ઉપર આધારિત છે. તે ઉપયુક્ત પસાંદગીની શોધમાં છે.”

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર બાળક પોતાની માતાને કહી રહ્યું છે કે તેના લગ્ન કરાવી દેવામાં આવે. જેના કારણે તેને પોતાની પાર્ટનર મળી જશે, જે તેની માતાને કામ કરવામાં પણ મદદ કરશે અને તેની સાથે ગેમ પણ રમશે.

વીડિયોની અંદર માસુમ બાળકના સવાલો સાંભળીને તેની માતા પણ હસવા લાગી જાય છે. સોશિયલ મીડિયામાં પણ બાળકના આ ક્યૂટ અંદાજને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તમે પણ જુઓ આ બાળકની ક્યુટનેસ ભરેલી વાતો.