નડિયાદમાં હવસખોર ભાઈએ પેન્ટ ઉતારી શરીર સુખની માંગણી કરતા વિધવા બહેને ઢીમ ઢાળી દીધું, આખી ઘટના વાંચીને કહેજો સારું કર્યું કે ખરાબ

Nadidad Murder news : ગુજરાતમાંથી હત્યાની ઘણી ઘટનાઓ વારંવાર સામે આવે છે. કેટલીકવાર પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ, અંગત અદાવત અથવા તો અન્ય કારણોસર હત્યાના કિસ્સા બને છે. ત્યારે હાલમાં નડિયાદમાંથી એક વિધવા બહેને ભાઈની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જે બાદ ખળભળાટ મચી ગયો છે. હત્યા કરનારી બહેને પોલીસને એવું જણાવ્યું હતું કે, પડી જવાને કારણે તેના ભાઈનું મોત થયું.

જોકે,પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઝ ઓફ ડેથ હત્યાનું ખૂલતાં પોલીસે આરોપી બહેનની આકરી પૂછપરછ કરી હતી અને પૂછપરછમાં તે ભાંગી પડતા તેણે જણાવ્યું કે, હવસખોર ભાઈએ તે જ્યારે ઘરમાં એકલી હતી ત્યારે દારૂ પીને આવી પેન્ટ ઉતારી શરીર સુખની માંગણી કરી હતી અને ઘરની અંદર ખેંચીને લઈ જતો હતો તે દરમિયાન પાસે પડેલું ધારિયું ઉપાડીને હુમલો કર્યો હતો. તે નીચે નમ્યો અને બોચીના ભાગે વાગતા તે લોહીલુહાણ થઈ ગયો અને ત્યાં ઢળી પડતા તેનું મોત થયુ.

કરમસદ ખાતે આવેલ શ્રીકૃષ્ણ હોસ્પિટલથી આવેલ ફોનમાં એવું જણાવવામાં આવ્યુ કે મંજીપુરા ગામે રહેતા સુનિલ પરમારનું રાતે 8.30 વાગ્યા આસપાસ ઘરમાં પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું છે અને તે બાદ પોલિસ જ્યારે ત્યાં પહોંચી તો મૃતકની બહેન સંગીતા ત્યાં હતી. પોલીસે સંગીતાની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે, 3 જૂનના રોજ સાંજે સાડા છ વાગ્યા આસપાસ તે ઘરમાં જમવાનું બનાવતી હતી અને પરિવારના સભ્યો ઘરમાં હતા.

આ દરમિયાન સાત વાગ્યા આસપાસ તેનો ભાઈ સુનિલ ઉર્ફે મઠિયો આવ્યો અને પાણી પીધા બાદ બહાર નીકળતી વખતે ઘરની બહાર આરસીસી રોડ પર પાણી ઢળેલુ હોવાને કારણે લપસી પડ્યો. તેથી તેને માથાના પાછળના ભાગે ઈજાઓ થતાં લોહી નીકળ્યુ અને તેથી પરિવાર તેને રિક્ષા કરી કરમસદ ખાતે આવેલ હોસ્પિટલ લઈ આવ્યો. જો કે, અહીં ડોક્ટરોએ તેના ભાઈને મૃત જાહેર કર્યો. પોલિસે આરપીસીની કલમ 174 મુજબ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી.

જો કે, પોલીસને જાણવા મળ્યું કે સુનિલને માથાની નીચે પાછળ બોચીના ભાગે કોઈએ તીક્ષ્ણ હથિયારથી ઘા મારેલો છે અને માથાના ઉપર ડાબી બાજુના ભાગે પણ ઘા હતો. આ ઉપરાંત ડાબી આંખ પર ઈજા પહોંચી હતી અને કાનમાંથી પણ લોહી નીકળતું હતુ. જેથી પોલીસને શંકા ગઇ અને તે બાદ મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું.

જેના રિપોર્ટમાં ખુલાસો થયો કે મૃતકને તીક્ષ્ણ હથિયાર તેમજ બોથડ હથિયાર વડે માથામાં તેમજ શરીરના વિવિધ ભાગો પર હુમલો કરીને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. જેના કારણે તેનું મોત થયુ હતુ. પોલિસને આસપાસના લોકોની પૂછપરછમાં જાણવા મળ્યુ કે સુનિલ અને સંગીતા વચ્ચે ઝઘડો થયો હતો અને તે બાદ પોલિસે સંગીતાની આકરી પૂછપરછ કરી તો તે ભાંગી પડી. 

તેણે જણાવ્યું કે 3 જૂનના રોજ સાંજે 6.30 વાગ્યા આસપાસ તે ઘરમાં જમવાનું બનાવતી હતી ત્યારે સુનિલ દારૂ પીને આવ્યો અને ઘરે કોઈ ન હોવાથી તેણે પોતાનું પેન્ટ ઉતારીને સંગીતાનો હાથ પકડ્યો. જે બાદ તેણે બિભત્સ મંગણી કરી અને તેથી સંગીતાએ ગુસ્સામાં નજીકમાં પડેલા ધારિયાથી પહેલા બોચીના ભાગે અને બાદમાં માથાના ભાગે હુમલો કર્યો હઅને તે બાદ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યા બાદ સુનિલ ગાળો બોલતો હોવાથી સંગીતાએ નજીકમાં પડેલા ડંડાથી હુમલો કર્યો.

Shah Jina