આપણને હંમેશા એક પ્રશ્ન તો થતો જ હશે કે આ ધરતી પર પહેલો માનવ કોણ હતો? અને તેને જન્મ કોણે આપ્યો હતો? જો કે પૌરાણિક માન્યતાઓ અનુસાર, કહેવામાં આવે છે કે ભગવાન બ્રહ્મા આ જગતના રચયિતા છે. મનુષ્ય જીવનની ઉત્પત્તિ પણ તેઓએ જ કરી હોવાનું કહેવાય છે. પરંતુ મનમાં સવાલ એ ઉઠે છે કે બ્રહ્માએ બનાવેલા આ જગતમાં જન્મ લેવાવાળો પહેલો માનવ આખરે કોણ હતો? વિજ્ઞાન કેટલી પણ પ્રગતિ કરી લે પણ હજુ સુધી એ જાણકારી નથી મેળવી શક્યું કે આ જગત કોણે બનાવ્યું છે? સંસારમાં માનવ કઈ રીતે આવ્યો અને કઈ રીતે આ વિશ્વની રચના થઇ આ સવાલ હંમેશા આપણા મનમાં આવે છે. આનો જવાબ આપણને ઘણા ધાર્મિક ગ્રંથોમાં અને વિજ્ઞાન દ્વારા શોધવામાં આવેલા તથ્યોમાંથી જરૂર મળે છે પણ આખરે હકીકત શું છે એ જાણવું જરૂરી છે.

હિન્દૂ માન્યતાઓ અનુસાર, ધરતી પર જન્મ લેનાર પહેલો મનુષ્ય જેને મનુષ્ય જાતિને આગળ વધારવા માટે નિર્માણ કરવામાં આવ્યો તેનું નામ મનુ છે. અને મનુને સ્વયં ભગવાન બ્રહ્માએ ઉત્પન્ન કર્યો હતો. પરંતુ આ વિશે પુરાણોમાં અલગ-અલગ વાતો જણાવવામાં આવી છે. બ્રહ્માએ પુરુષ જાતિએ આગળ વધારવા માટે મનુની ઉત્પત્તિ કરી અને સ્ત્રી જાતિને આગળ વધારવા માટે શતરૂપાની ઉત્પત્તિ કરી. આ પછી બ્રહ્માએ મનુ અને શતરૂપાને માનવીય સંસાર સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. વિશ્વમાં સૌથી પહેલો જન્મ લેવાવાળો માનવ મનુ હતો એટલે આ જાતિને માનવ જાતિ કહેવામાં આવે છે અને સંસ્કૃતમાં આને મનુષ્ય કહેવાય છે. આનો અર્થ એ છે કે બધા જ મનુષ્યનો એકબીજા સાથે ગાઢ તો નહિ પણ સંબંધ તો છે. બધી જ માનવ જાતિના પૂર્વજ મનુ અને શતરૂપા જ છે.

પુરાણોમાં નોંધાયેલી એક કથા અનુસાર, એક સમય એવો આવ્યો કે જ્યારે ભગવાન બ્રહ્મા દેવો, અસુરો અને પિત્રોના નિર્માણ બાદ ઘણા શક્તિહીન અનુભવતા હતા. તેમને સમજાઈ રહ્યું ન હતું કે હવે તેઓ એવી કઈ વસ્તુની રચના કરે કે જે પછી તેમના મસ્તક અને મનને થોડી શાંતિ મળે. એ સમય બ્રહ્માજી કોઈ કામમાં વ્યસ્ત હતા અને અચાનક તેમના અંદરથી એક કાયા ઉત્પન્ન થઇ અને તેમના સામે આવીને ઉભી રહી ગઈ. તેને જોઈને તેઓ અચંબિત થઇ રહયા હતા કે આ કોઈ સામાન્ય કાયા નહિ પણ હૂબહૂ એમના જેવો જ દેખાતો પડછાયો હતો. આ જોઈને ભગવાન બ્રહ્મા થોડી ક્ષણો સુધી સમજી ન શક્યા કે તેમની સાથે શું થયું છે, આ જ માનવ સંસારનો પહેલો મનુષ્ય હતો કે જે મનુના નામથી ઓળખાયો.

જો બાઇબલની વાત કરીએ તો જે રીતે પૌરાણિક કથાઓમાં ભગવાન બ્રહ્માના શરીરમાંથી મનુએ જન્મ લીધો હતો એ જ રીતે બાઇબલમાં પણ ઈશ્વરના શરીરથી એક પડછાયાએ જન્મ લીધો હતો. આ પડછાયો પણ ઈશ્વર જેવો જ દેખાતો હતો. બાઇબલમાં આ પડછાયાને એટલે કે પહેલા મનુષ્યને એડમન નામ આપવામાં આવ્યું છે. સાથે જ પુરાણોમાં કથા અનુસાર શતરૂપાનો જન્મ થયો હતો એ જ રીતે બાઇબલ અનુસાર એડમ સાથે ઈશ્વર દ્વારા એમ્બેલાનો જન્મ થયો હતો.

બંને કથાઓ એકબીજાને મળતી આવે છે. પરંતુ નામ જુદા-જુદા છે, પુરાણોમાં કથા અનુસાર મનુ અને બાઈબલના એડમ આ બંનેનો અર્થ એક જ છે. બાઇબલમાં મનુને એડમ અને શતરૂપાને એમ્બેલા. જો કે ધરતી પર પહેલા મનુષ્ય મનુના જન્મથી લઈને તેના વિસ્તાર સુધીની ઘણી અલગ-અલગ કથાઓ પ્રચલિત છે, જે રોચક અને આશ્ચર્યમાં મૂકી દેનાર હોય છે. પરંતુ આ કથાઓમાં છુપાયેલા તથ્યો જ માનવજાતિ સાથે જોડાયેલા ઇતિહાસને આપણી સામે ઉજાગર કરવામાં આપણી મદદ કરે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks