આપણા તહેવારો ધાર્મિક-દુનિયા

નવરાત્રીમાં આ વસ્તુઓની ખરીદી કરવાથી રાતોરાત બદલાઈ જાય છે નસીબ, જાણો કઈ છે આ વસ્તુઓ

હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ત્યારે એવું માનવામાં આવે છે કે કેટ્લીક વસ્તુઓની ખરીદી નવરાત્રીમાં કરવાથી સમસ્યાઓ દૂર થઇ જાય છે. આપણા જ્યોતિષ શાસ્ત્રમાં લખ્યું છે કે જો તમે દેવીમાની વિશેષ કૃપા મેળવવા માંગતા હોવ તો કેટલીક વસ્તુઓની ખરીદી નવરાત્રીમાં દરમ્યાન કરી શકાય છે. માતાની કૃપાથી શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. એવામાં નવરાત્રીમાં કેટલીક વસ્તુઓ ખરીદવાથી માતાજી પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જેની ખરીદી નવરાત્રીમાં કરવું શુભ રહે છે.

Image Source

ચાંદીના સિક્કા કે વાસણ: નવરાત્રીમાં જો તમે ચાંદીના સિક્કાઓ અથવા વાસણોની ખરીદી કરો છો તો, તે તમારા ઘર માટે શુભ રહેશે. આમ કરવાથી, આખા કુટુંબને નાણાકીય મુશ્કેલીઓથી છુટકારો મેળશે. જો તમે ચાંદીના સિક્કાની ખરીદી કરતા હોવ તો એમાં લક્ષ્મીજી કે ગણેશનું ચિત્ર હોવાનું શુભ માનવામાં આવે છે.

દેવી લક્ષ્મીની મૂર્તિ: જો તમે ઈચ્છો છો કે ઘરમાં હંમેશાં સુખ અને સંપત્તિ બની રહે તો, નવરાત્રીના કોઈપણ દિવસે સાંજે દેવી લક્ષ્મીની કોઈપણ તસવીર/મૂર્તિ ઘરે લાવો અને તેને ઘરના મંદિરમા રાખો. તસવીર/મૂર્તિ લેતી વખતે, ધ્યાનમાં રાખો કે દેવી લક્ષ્મી કમળ પર બેઠા હોય અને તેમના હાથથી ધનની વર્ષા થઇ રહી હોય.

ધજા: જો તમે નોકરીમાં પ્રમોશન મેળવવા માંગો છો કે વિદેશયાત્રા કરવા માંગો છો, તો પછી નવરાત્રીમાં ધજા ખરીદો અને તેની પૂજા કરો. તમે તેને કોઈપણ પૂજા સ્ટોરથી સરળતાથી ખરીદી શકો છો. પછી નવમીના દિવસે, તમારા ઘરની છત ઉપર તેને ફરકાવી દો. આમ કરવાથી દિવસેને દિવસે તમારી પ્રગતિ થશે.

Image Source

નાળાછડી: નવરાત્રીના દિવસોમાં નાળાછડી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે નાળાછડીને બાંધવાથી તમે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કૃપા અને ત્રણ  દેવીઓ લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીની કૃપા મેળવો છો. તેનાથી તમે ખરાબ દ્રષ્ટિથી બચી શકો છો અને એટલું જ નહિ એનાથી બગડેલા કામ પણ બની જાય છે.

જમીન-મકાન: નવરાત્રીના દિવસોમા જમીન કે ઘર લેવું શુભ માનવામાં આવે છે. કારણ કે જ્યતિષ અને વાસ્તુ પ્રમાણે આ દિવસ શુભ હોય છે. દુર્ગા દેવી જમીનની દેવી છે, નવરાત્રીમાં દેવીની આરાધના થાય છે, એવામાં તમે જમીનમાં રોકાણ કરશો તો ચોક્કસ લાભદાયી રહેશે.

Image Source
  • મોરપીંછ: નવરાત્રીમાં સરસ્વતી માતાનું પ્રિય મોરપીંછ ઘરે લાવવાથી મંદિરમાં મુકવાથી ઘણા ફાયદાઓ થાય છે. એવું કહેવાય છે કે મોરપીંછ વિદ્યાર્થીઓના રૂમમાં મુકવાથી તેમને વિદ્યા પ્રાપ્ત થાય છે.
  • કમળનું ફૂલ: કમળનું ફૂલ લક્ષ્મીજીનું પ્રિય ફૂલ છે. નવરાત્રીમાં કમળનું ફૂલ કે સંબંધિત ચિત્ર ઘરમાં લાવવાથી લક્ષ્મીજીની કૃપા સદૈવ બની રહે છે.
  • સોળ શૃંગારનો સામાન: નવરાત્રી દરમ્યાન સોળ શૃંગારનો સામાન જરૂર ઘરે લાવવો જોઈએ. એને ઘરના મંદિરમાં સ્થાપિત કરવાથી માતા દુર્ગાની કૃપા હંમેશા ઘર પર બની રહે છે.