રસોઈ હેલ્થ

ઘરમાં જો લસણનો વધુ વપરાશ થતો હોય તો આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી છે, વાંચો કેવી રીતે લસણને વધુ સમય સુધી સાચવી શકાય

ભારતમાં લસણ અને ડુંગળી વધુ ખાવામાં આવે છે, કોઈપણ શાક હોય કે બીજી કોઈ ચટાકેદાર વસ્તુ લસણના સ્વાદ વગર જાને ફીકી હોય તેમ જ લાગે. લસણની એક નાની કળી ખુબ જ મોટો સ્વાદ આપે છે.

Image Source

લસણ ખાવાના ઘણા ફાયદાઓ પણ છે. લસણના ઘણા ઔષધીય ગુણો પણ છે. જેને ખાવાથી શરીરમાં ઉર્જા પણ રહે છે. ઘણા લોકો તો લસણની કળીઓને સીધી જ ખાતા પણ હોય છે.

Image Source

લસણનો વપરાશ મોટાભાગના ઘરમાં થાય છે ત્યારે વધુ લસણ ખરીદી તેને સાચવવા માટેનો મોટો પ્રશ્ન હોય છે. થોડા જ દિવસમાં લસણ ઉગી જાય છે, અથવા તો ખરાબ પણ થઇ જાય છે. એ માટે અમે તમારા માટે લસણને સાચવવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય લઈને આવ્યા છે જેના દ્વારા તમે લસણને લાંબા સમય સુધી સાચવી શકશો.

Image Source

કેવું લસણ ખરીદવું?:
મોટાભાગે આપણે લસણ ખરીદવા જઈએ ત્યારે એકદમ સફેદ દેખાતું લસણ જ ખરીદતા હોઈએ છે. આપણને એમ લાગે છે કે આ લસણ એકદમ સારું હશે પરંતુ લસણ ખરીદવા માટે જઈએ ત્યારે માત્ર તેના રંગ જોઈને જ તેને ના ખરીદવું. લસણ જયારે ખરીદો ત્યારે તેને બરાબર જુઓ કે તે નરમ અથવા તો લીલું તો નથી ને? કારણ કે નરમ અને લીલું લસણ વધુ સમય સુધી સાચવી નહીં શકાય। લસણ એકદમ સુક્કું અને તેના પડ એકદમ મુલાયમ હોવા જરૂરી છે.

Image Source

ફ્રીજમાં રાખેલું લસણ ના ખરીદવું:
ઘણા દુકાનદાર લસણને વધુ સમય સુધી સારું રાખવા માટે ફ્રીજમાં તેનો સંગ્રહ કરતા હોય છે. પરંતુ લસણને ફ્રીજમાં રાખવાથી તેમાં રહેલા કેટલાક ગુણો નાશ પામે છે અને ઘરે લાવતા થોડા જ સમયમાં તે બગડી જવાનો પણ ભય રહે છે માટે ફ્રીજમાં રાખેલું લસણ ક્યારેય ના ખરીદવું.

Image Source

યોગ્ય તાપમાનમાં લસણનો કરવો સંગ્રહ:
ઘણા લોકો લસણને ફ્રીજની અંદર રાખતા હોય છે. લસણ ઘરે લાવી તેની કળીઓ એક સાથે જ છોલી અને ફ્રીજની અંદર રાખતા હોય છે પરંતુ એ ખોટું છે. તેનાથી લસણના ગુણો નાશ પામે છે અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. તમે જો માત્ર લસને થોડા સમય માટે સંગ્રહ કરવા માંગતા હોય તો લસણની કળીઓને તમે ફોઈલ પેપરમાં વીંટી અથવા તો ફ્રીઝર બેગની અંદર પેક કરી ફ્રીજરમાં રાખી શકો છો પરંતુ તેનો જેમ બને તેમ જલ્દી ઉપયોગ કરવો જોઈએ. લસણને સાચવવા માટે યોગ્ય તાપમાનની જરૂર પડે છે. માટે લસણને 60 ડિગ્રી ફેરેનહાઈટ તાપમાન વાળા રૂમમાં જો સ્ટોર કરશો તો વધુ યોગ્ય રહેશે.

Image Source

હવા ઉજાસમાં લસણ રાખવું:
લસણનો સંગ્રહ કરવા માટે કોઈ કાણાં વાળી થેલી, બાસ્કેટ અથવા તો જેમાં લસણને હવા ઉજાસ મળી શકે એવી વસ્તુમાં રાખવું જોઈએ જેના કારણે તેને યોગ્ય હવા મળી શકે અને લાંબા સમય સુધી બગડે નહિ. લસણને ક્યારેય પ્લાસ્ટિકની બંદ્ધ થેલીમાં ફિટ કરીને રાખવું ના જોઈએ જેના કારણે તે જલ્દી બગડવાની સંભાવના રહે છે.

Image Source

ભેજ અને સુર્યપ્રકાશથી રાખો દૂર:
લસણને જો વધુ સમય સુધી સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો તે જલ્દી સુકાઈ અને બગડી શકે છે તેમજ ભીના વાતાવરણમાં પણ તેના બગડવાનો અથવા તો ઉગી જવાનો ખતરો પણ રહે છે માટે હંમેશા લસણને જ્યાં સૂર્યપ્રકાશ અને પાણી કે ભેજ ના અડકે તેવી જગ્યામાં રાખવું જોઈએ.

Image Source

લસણ ક્યારે ખરાબ થાય છે?
લસણને વધુ સમય સુધી સંગ્રહી રાખવામાં આવતા તેમાં લીલા રંગના અંકુર ફૂટવાના શરૂ થાય છે ત્યારે સમજી લેવું કે આ લસણ હવે વ્યર્થ છે. ઉગેલા લસણનો ઉપયોગ ખાવામાં કરવો જોઈએ નહિ. ઘણીવાર લસણમાં ફૂગ પણ આવી જાય છે ત્યારે એવા લસણને કચરાના ડબ્બામાં ફેંકી દેવું જોઈએ.

Image Source

ઘરે ઉગાડેલા લસણનો સંગ્રહ:
આજે મોટાભાગના લોકો ઓર્ગેનિક ખાવાનું પસંદ કરે છે અને ગામડામાં રહેતા ઘણા લોકો ઓર્ગેનિક શાકભાજી ખાતા પણ હોય છે. ત્યારે લસણને પણ જો તમે પોતાના ઘરે ઉગાડીને અથવા તો કોઈને ત્યાંથી તાજું લસણ લાવો છો તો તેને સાચવવા માટે એક અઠવાડિયા સુધી બરાબર સુકાવવા દેવું જોઈએ, લસણ એકદમ સુકાઈ ગયા બાદ તેનો ઉપયોગ તમે કરી શકો છો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.