ખબર

ફાંસીથી બચવા માટે દોષી વિનય શર્માએ કર્યો નવો પેંતરો, શું ફાંસીથી બચી જશે? જાણો

નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના દોષિતો ફાંસીની સજા ટાળવા નિતનવા ઉપાયો અજમાવતા હોય છે. હવે વિનય શર્માએ રાષ્ટ્ર્પતિ તરફથી દયા અરજી ફગાવવાને લઈને સવાલ ઉભા કર્યા છે.

Image Source

વિનય શર્માએ કહ્યું છે કે. તેની માનસિક સ્થિતિ સારી ના હોવાની દલીલ કરીને ફાંસીની સજા આજીવન કેદની સજામાં ફેરવવા માંગ કરી છે. વિનય શર્માની આ અરજી પરનો નિર્ણય શુક્રવાર સુધી સુરક્ષિત રાખ્યો છે.
નિર્ભયા કેસના દોષી વિનયના વકીલે કહ્યું હતું કે, વિનયની માનસિક સ્થિતિ સારી નથી. વિનયનું માનસિક શોષણ થતા તે મેન્ટલ ટ્રોમામાંથી પસાર થઇ થયો છે. આ માટે તેને ફાંસી આપી શકાય નથી. વકીલ એપીસિંહે કહ્યું હતું કે, વિનયને ઘણીવાર મેન્ટલ હોસ્પિટલમાં મોકલી આપી દવા આપવામાં આવી હતી.

Image Source

રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી ફગાવી દેવાની પ્રક્રિયાના સવાલ કરતા વકીલે કહ્યું હતું કે, હું અન્યાય થતા રોકવા માંગુ છું. આ ફાઈલ પર ગૃહમંત્રી અને એલજીની અહીં નથી. આ માટે હું તે ફાઈલની નિરીક્ષણ કરવા માંગુ છું. આ માટે મેં આરટીઆઈ પણ કરી છે.
વધુમાં વકીલે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ પાસે દયા અરજીનો ઢગલો છે પરંતુ માત્રને માત્ર આ મામલે જ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

Image Source

વિનય શર્માએ વકીલ એપી સિંહે કહ્યું હતું કે, પહેલી વાર દેશમાં એવું થઇ રહ્યું છે કે, ચાર લોકોને ફાંસી આપવામાં આવશે. આપી સિંહે જણાવ્યું હતું કે, આ મામલે મે દસ્તાવેજ વોટ્સઅપ દ્વારા મંગાવ્યા છે. કારણે અસલી દસ્તાવેજ બતાવવામમાં આવી રહ્યા નથી.

Image Source

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, દોષી વિનય દયા અરજીની સાથે ગૃહ મંત્રાલય તેની પારિવારિક સ્થિતિ અને તેના ભાઈ-બહેનની માહિતી પણ રાષ્ટ્રપતિને મોકલી હતી.
તુષાર મહેતાએ કહ્યું હતું કે, વિનયની દયા અરજી ફગાવતા ગૃહ મંત્રાલયે કહ્યું કહતું કે, આ જઘન્ય અપરાધ છે અને રેર ઓફ ધ રેરેસ્ટ મામલો છે. વધુમાં કહ્યું હતું કે, જેલમાં કેદીઓનું રૂટિન ચેકઅપ કરવામાં આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.