રસોઈ

શિયાળામાં બનાવો ગરામગરમ-ચટાકેદાર વેજીટેબલ કટલેશ, આંગળા ચાંટતા રહી જાશો, નોંધી લો રેસિપી અને આજે જ બનાવો….

વેજીટેબલ કટલેશ એક ખુબજ સારી પોષ્ટીક નાશ્તો છે. જે બહાર ના ભાગ મા કુરકરી અને અંદર ના ભાગ મા મુલાયમ હોય છે. આને બટેટા, વટાણા, ગાજર અને બીજા શાકભાજી અને મસાલા નાખી ને બનાવવા મા આવે છે. આને મસાલે દાર ફુદીના ની ચટની કે ખાટી મીઠી ચટની સાથે પીરસવા મા આવે છે. આ એક પોષ્ટીક નાસ્તો છે કારણ કે આમાં બધા શાકભાજી આવે છે. તો આજે આપણે શીખશુ આ આસાન કટલેશ બનાવતા.
પુર્વ તૈયારી નો સમય : ૧૫ મીનીટ
ચડવા માટે નો સમય : ૨૦ મીનીટ
કેટલા લોકો માટે : ૩

વેજીટેબલ કટલેશ બનાવા ની સામાગ્રી:

  • ૩ – મધ્યમ બટેટા, મેશ કરેલા (મસળેલા)
  • ૧/૨ કપ – લીલા વટાણા તાજા કે ફ્રોઝોન કરેલા
  • ૧/૩ કપ – મકાઈ ના દાણા તાજા કે ફ્રોઝોન કરેલા
  • ૧/૨ કપ – ગાજર બારીક કાપેલા
  • ૧/૪ – ફ્રેંચ બીંન્સ બારીક કાપેલા
  • ૧/૩ કપ – કચુંદર બારીક કાપેલા
  • ૧ – લીલા મરચા કાપેલા
  • ૧ ચમચી – આદુ કાપેલુ
  • ૧ કપ – બ્રેડ ક્રમ્બસ
  • ૨ ચમચી – મેંદા
  • ૧ – ડુંગળી બારીક સમારેલી
  • ૧/૨ ચમચી – લાલ મરચુ પાઉડર
  • ૧ ચમચી – ધાણાજીરુ
  • ૧/૪ ચમચી – હળદર પાઉડર
  • ૧/૨ – ગરમ મસાલા પાઉડર
  • ૨ ચમચી – બારીક કાપેલી કોથમરી
  • ૧ ચમચી – લીંબુ નો રસ
  • નમક – સ્વાદ અનુસાર
  • તેલ – તળવા માટે

વેજ કટલેશ બનાવા ની વીધી:
૧) એક નાની ડીશ મા મેંદા અને પાણી ને મીક્સ કરી ને એક પેસ્ટ તૈયાર કરો. અને આદુ મરચા ની પેસ્ટ બનાવો. મીક્ચર મા.

૨) એક ઉંડા તપેલા મા કે કુકર મા લીલા વટાણા, ગાજર, મકાઈ, અને ફ્રેંન્ચ બીન્સ ને ૮ થી ૧૦ મીનીટ સુધી બાફી લ્યો. આને બહાર કાઢી ને વધારા નુ પાણી કાઢી લ્યો.

૩) એક નાની કડાઈ મા મધ્યમ આચ ઉપર ૨ ચમચી તેલ ને ગરમ કરો. તેમા કાપેલા કાંદા ને નાખો અને હલ્કા ગુલાબી રંગ ના થાય ત્યા સુધી સોતરો. તેમા ઉપર બતાવ્યા પ્રમાણે તૈયાર કરેલ આદુ મરચા ની પેસ્ટ ને નાખો અને થોડી વાર સોતરો.૪) બાફેલી બધી સબ્જી, કાપેલુ ચકુંદર અને નમક ને નાખો. સારી રીતે મીક્સ કરો અને ૩ થી ૪ મીનીટ સુધી ચડવા દો.

૫) લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ પાઉડર, હળદર પાઉડર અને ગરમ મસાલા પાઉડર ને નાખો અને સારી રીતે હલાવો.

૬) ગેસ ને બંધ કરી લ્યો અને તૈયાર મીશ્રણ ને એક શકોરા મા નીકાળો અને ૪-૫ મીનીટ સુધી ઠંડુ થવા દો.

૭) હવે બાફેલા બટેટા, ૧/૪ કપ બ્રેડ ક્રમ્બસ, કાપેલી લીલી કોથમરી અને લીંબુ ના રસ ને નાખો. સારી રીતે મીક્સ કરો અને આવશ્યકતા જણાય તો લીંબુ નો રસ કે મીઠુ નાખો.

૮) બટેટા અને શાકભાજી ના મીશ્રણ ને બરાબર નવ ભાગ મા વહેચો. એક ભાગ લ્યો અને એનો ગોળો બનાવો અને પછી એને બન્ને હથેળી ની વચ્ચે હલ્કા દબાવી ને ૧/૨ એક મોટી ગોળ પૈટી બનાવો. બાકી વધેલા ભાગ મા આજ રીતે કટલેશ તૈયાર કરો.૯) એક નાની ડીશ મા ૧/૪ કપ બ્રેડ ક્રબ્સ લ્યો. અને દરેક કટલેશ ને કોટ કરવા માટે પહેલા લોટ ના ઘોળ મા (સ્ટેપ ૧ મા તૈયાર કરેલો) ડુબાવો અને પછી બ્રેડ ક્રમ્બસ મા કોટ (લપેટો) કરો.

૧૦) એક નોન સ્ટીક ફ્રાઈગ પેન મા કે સમતળ તવા મા મધ્યમ આચ ઉપર્ ૧-૨ ચમચી તેલ ને ગરમ કરો. જ્યારે તેલ મધ્યમ ગરમ થઈ જાય ત્યારે ૨-૩ કટલેશ ને પેન ના રાખો અને નીચેની સાઈડ ભુરા રંગ ની થાય ત્યા સુધી ચડવા દો.
આમા લગભગ ૧ થી ૨ મીનીટ નો સમય લાગશે. દરેક કટલેશ ને બીજી તરફ ફેરવો અને ભુરા રંગ ની થાય ત્યા સુધી પકાવો.

૧૧) આ કટલેશ ને એક થાળી મા પેપર નેપકીન ઉપર રાખો. કરારી વેજીટેબલ કટલેશ પીરસવા માટે તૈયાર છે.

કટલેશ ને તળવા ની વીધી:
૧) એક કડાઈ મા મધ્યમ આચ પર તેલ ગરમ કરો જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે ૩-૪ કટલેશ ધીરે થી તેલ મા નાખો. ધ્યાન રહે કે તેલ ગરમ હોય નહિતર કટલેશ તેલ મા પડતા ની સાથે ટુટી જાશે.

૨) કટલેશ ને તેલ મા નાખતી વખતે તેને તવીથા થી હલાવો નહી નહીતર કટલેશ ટુટી શકે છે. આને મધ્યમ આચ ઉપર બન્ને સાઈડ તળો હલ્કા ભુરા રંગ ની થાય ત્યા સુધી. આમ લગભગ એક કે બે વાર પલટાવી પડશે.

૩) આને એક થાળી મા પેપર નેપકીન ઉપર નીકાળો. બાકી રહેલી કટલેશ ને પણ તળો.

Author: GujjuRocks Team માધવી(આશરા ‘ખત્રી’)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks