હેલ્થ

વજન ઘટાડવા માટે અપનાવો નાની-દાદીના આ 8 નુસખા – ઘણી મદદ થશે વજન ઘટાડવામાં

આજકાલ બહુ જ ઓછા લોકો ઘરેલુ નુસખા અપનાવે છે. પણ જો પહેલાના જમાનાની વાત કરીએ તો આપણી દાદી કે નાની ડૉક્ટર પાસે ગયા વગર જ સારી રીતે પોતાની જિંદગી કાઢતા હતા. તો આવો જાણીએ મોટાપો એટલે કે વજન ઘટાડવા માટે કઈ એવી રીત છે, જે તમને વર્ષો નહીં પણ મહિનાઓમાં તમને રિઝલ્ટ આપશે.

Image Source

આજકાલ લોકો આળસુ થતા છે અને શરીરની પાચન વધારે તીવ્ર બની જાય છે. જેના કારણે વજન વધવા લાગે છે. જો એવામાં તમે તમારા વધતાં વજનને ઓછું કરવાનું વિચારી રહ્યા હોય તો તમારે તમારા આહાર પર ધ્યાન આપવું જોઈએ. આપણી પાસે એવો કોઈ સમય નથી હોતો કે આપણે આપણા ભોજન પર ધ્યાન આપીએ, અને આપણે બેફામ જંકફૂડ ખાયા કરતા હોઈએ છીએ. જેના પરિણામે આપણું વજન વધી જાય છે અને આપણને સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ થવા લાગે છે. અને સ્વાસ્થ્ય સંબંધી જે પન્ન સમસ્યાઓ થાય છે તેનું મુખ્ય કારણ હોય છે મેદસ્વીતા, પેટ પર જમા થયેલી વધારાની ચરબી, વધતું વજન… પણ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે મોટાપો ઓછો કરવા માટેના આઠ નુસખાઓ જે તમે જાણ્યા બાદ જરૂર અપનાવશો.

Image Source

1. લીંબુ અને મધનું આવી રીતે કરો સેવન –

લીંબના અંદર વજન ઘટાડવા માટેના આયુર્વેદિક ગુણ હોય છે. સવારે ખાલી પેટ એક ચમચી લીંબુના રસને બે ચમચી મધ સાથે નવશેકા પાણીમાં અથવા તાજા પાણીમાં મિક્સ કરીને પીવો. આ કરવાથી ઝડપથી વજન ઘટશે.

2. ભૂખને આવી રીતે કરો નિયંત્રિત –

દિવસમાં વધારેમાં વધારે ત્રણ વાર ભોજન કરો. જો તમે તમારી ભૂખને નિયંત્રિત નથી કરી શકતા તો પેટ પર એક ભીનું કપડું બાંધો, આનાથી તમારી ભૂખ નિયંત્રિત થશે. આ સિવાય તમે ઓછા મીઠા ફળ જેવા કે સફરજન, પપૈયું, કાકડીનો સલાડ બનાવી સેવન કરી શકો છો.

Image Source

3. પાણી પીવું શા માટે જરૂરી છે –

તમે મીઠા જ્યુસ કે સરબત પીવાનું બંધ કરી દો અને જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે ફક્ત સાદું પાણી જ પીવો. દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવાથી વજન ઝડપથી ઘટશે અને સ્વાસ્થ પણ સારું રહેશે.

4. શા માટે ઓછી માત્રામાં ભોજન કરવું જોઈએ –

વજન ઓછું કરવા માટે બધા જ લોકો જાણે છે કે એ ઓછું ભોજન લેશે તો એમનું વજન ઘટી જશે. એટલે જ તમારા ભોજનમાં ઘટાડો કરો. જો દિવસની 10 રોટલી ખાતા હોવ તો ઓછી કરીને નવ કરી દો અને અઠવાડિયામાં દસ ટકા ભોજન ધીમે ધીમે ઓછું કરો.

Image Source

5. જમવા સમયે વધારે પાણી ન પીવો –

જમવા સમયે ઓછું પાણી પીવું જોઈએ. ઘણા લોકોને જમતા સમયે પાણી કે દૂધ પીવાની આદત હોય છે અને આ કારણે ઘણીવાર એમનો મોટાપો વધી જાય છે. પાણી હંમેશા જમ્યાના એક કલાક પહેલા કે એક કલાક પછી પીવું જોઈએ.

6. જમ્યા બાદ ફરો –

કેટલાક લોકોને જમ્યા બાદ ટીવી જોવાની કે સુઈ જવાની આદત હોય છે અને આમ કરવાથી વજન ઘટી શકે છે. જમ્યા બાદ ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ સુધી ચાલવું જોઈએ.

Image Source

7. વસા અને કાર્બોહાઇડ્રેટનું ઓછી માત્રામાં સેવન કરો –

ઘી અને બધા જ પ્રકારના તેલમાં વસાની માત્રા વધારે હોય છે. ખાંડથી બનેલા બધા જ ભોજનમાં કાર્બોહાઇડ્રેટની માત્રા વધારે હોય છે. આવી ચીજોનું સેવન ઓછું કે બંધ કરવાથી વગર કસરતે તમારું વજન ઓછું થશે.

8. ફાસ્ટફૂડથી દુર રહો –

ફાસ્ટફૂડ મેંદાથી બનેલા હોય છે અને આનાથી વજન વધવાનો ખતરો રહે છે અને સાથે જ પેટનું કેન્સર થવાનો પણ ખતરો રહે છે. યુરોપ અને અમેરિકામાં ઘણા લોકો ફાસ્ટફૂડ ખાય છે અને આ કારણે ત્યાં મોટાપો અને કેન્સર પીડિત લોકો વધારે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks