વડોદરા: 23 વર્ષની ફૂલ જેવી દીકરી નેહલ કોવિડ વોર્ડમાં ડ્યુટી નિભાવતા થયું નિધન, નેહલની તબિયત સારી ના હોવા છતાં ડ્યુટી કરાવીનો આક્ષેપ
કોરોના મહામારીના પગલે આરોગ્ય કર્મચારીઓ અને ડોકટરો સતત ડ્યુટી કરી રહ્યા છે ત્યારે ગોત્રીની હોસ્પિટલમાં કોવિડ ડ્યૂટીમાં ફરજ બજાવતી ઇન્ટર્ન ફિજિયોથેરાપિસ્ટ નેહલ રાઠવાનું કોરોનાથી સંક્રમિત થયા બાદ ગુરુવારે રાત્રે સારવાર દરમિયાન નિધન થયું હતું.
ત્યારે હવે આ બાબતે હોસ્પિટલમાં અન્ય વિદ્યાર્થીઓએ નેહલને ન્યાય આપવા માટે હોબાળો મચાવ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે નેહલની તબિયત સારી ના હોવા છતાં પણ તેને સતત બળજબરી પૂર્વક કોવિડ વોર્ડમાં ડ્યુટી સોંપવામાં આવી હતી, જેના કારણે જ તેનું મોત થયું છે.
નેહલ રાઠવાએ તેની તબિયત સારી નથી જેથી તેને કોરોના વોર્ડમાં ફરજ ન સોંપવા માટે રજૂઆત કરી હતી, પણ હોસ્પિટલના સત્તાધીશોએ તેને સસ્પેન્ડ કરવાની તેમજ ડિગ્રી અટકાવી દેવાની ધમકી આપી ફરજિયાત ફરજ પર હાજર થવા આદેશ કર્યો હતો.
ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરતા કરતા નેહલ પોતે પણ કોરોનાના સંક્ર્મણમાં આવી ગઈ હતી અને તેના કારણે તેનું નિધન થયું હતું.
આ બાબતે નેહલને ન્યાય મળે તે હેતુથી ફિઝિયોથેરાપી વિભાગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ઓફિસ પર ધસી આવ્યા હતા.જ્યાં વિદ્યાર્થિનીઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટની હાય હાય ના નારા લગાવ્યા હતા આ સાથે જ “નેહલ રાઠવાને ન્યાય આપો ન્યાય આપો” ના નારા પણ લગાવ્યા હતા.
View this post on Instagram