ખબર

ઓ….હો…. આ રાજ્યમાં આજે રાત્રે 10 વાગ્યાથી થઇ જશે પાછું લોકડાઉન, માત્ર આવશ્યક વસ્તુઓમાં જ છૂટછાટ

દેશભરમાં અત્યારે અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે, તો સામે કોરોનાના કેસ પણ બમણી ગતિએ વધવા લાગ્યા છે, ત્યારે હાલત હવે હાથમાંથી નીકળતી દેખાઈ રહી છે. આ દરમિયાન મધ્યપ્રદેશમાં દર રવિવારે સદંતર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને આજે બીજા એક રાજ્યે સંપૂર્ણ રાજ્યમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી છે.

Image Source

ઉત્તર પરદેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસને જોતા જ ફરી પાછું લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. પરદેશમાં આજે રાત્રે 10 વાગ્યાથી 13 જુલાઈ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે આ દરમિયાન હોસ્પિટલ અને જરૂરી સેવાઓની દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે.

Image Source

ઉત્તર પરદેશમાં વધી રહેલા કોરોના સંક્રમણના મામલાના કારણે મુખ્ય સચિવ રાજેન્દ્ર તિવારીએ લોકડાઉનનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન તમામ શેરી અને ગ્રામીણ ક્ષેત્રોના બજાર, હાટ, ગલ્લા મંડી અને કાર્યાલય બંધ રહેશે, આ દરમિયાન આવશ્યક વસ્તુઓ ઉપર કોઈ રોક રાખવામાં નથી આવી.

Image Source

લોકડાઉન દરમિયાન માલવાહક વાહનોની અવરજવર પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. રાષ્ટ્રીય અને રાજ્ય માર્ગ ઉપર વાહનોની અવરજવર ચાલુ રહેશે. રેલવે સુવિધા પણ પહેલાની જેમ જ ચાલુ રહેશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.