ફેશનની શોખીને એવા એવા ફાટેલા કપડાં પહેર્યા કે 7 તસ્વીરો જોઈને દંગ રહી જશો
અભિનેત્રી ઉર્વશી રૌતેલા આજકાલ ખુબ જ લાઇમ લાઇટમાં રહેતી જોવા મળે છે. તે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા ઉપર પોતાની સુંદર તસવીરો પણ શેર કરે છે. જેન ખુબ જ પસંદ પણ કરવામાં આવે છે. હવે તેનો ઍરપોર્ટ લુક સામે આવ્યો છે. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

ઉર્વશી રૌતેલા મુંબઈ ઍરપોર્ટ ઉપર જોવા મળી હતી. આ દરમિયાન તેને ભૂરા રંગનું જીન્સ અને શાઈનિંગ ટોપ પહેર્યું હતું. તે દરમિયાન તેને ફોટો માટે પોઝ આપતી પણ નજર આવી હતી.

કોરોના વાયરસની મહામારીને જોતા ઉર્વશીએ માસ્ક પણ પહેર્યું હતું. ઉર્વશી જયારે પોતાની ગાડીમાંથી બહાર નીકળી ત્યારે તેને વેલકમ કરવા માટે એક કર્મચારી તેનું સ્વાગત કરતી જોવા મળી. આ મહિલા કર્મચારીએ ફેસશિલ્ડ પહેર્યું હતું.

ઉર્વશી પોતાની તસવીરો અને વીડિયોને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે. હાલમાં જ તેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો.

આ વાયરલ વીડિયોની અંદર તે સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુન સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. આ વિડીયો જોઈને ચાહકોએ તેને લેડી અલ્લુ અર્જુન કહીને પણ બોલાવી હતી.

ઉર્વશી સોશિયલ મીડિયાની સાથે સાથે સોશિયલ ઈશ્યુને લઈને પણ પોતાની નિષ્પક્ષ રાય આપતી જોવા મળે છે. ડોટર્સ ડે નિમિત્તે ઉર્વશીએ દીકરીઓને દેશ માટે ગર્વ ગણાવી હતી. તેને કહ્યું હતું કે દીકરીઓ કંઈપણ અને બધું જ કરી શકે છે.

આ પહેલા તેને સુશાંત સિંહ રાજપૂતને લઈને પણ ન્યાયની માંગણી કરી હતી. તે એ બૉલીવુડ સેલેબ્સની કેટેગરીમાં શામિલ થઇ છે જે સુશાંતને ન્યાય આપવામાં માટે સોશિયલ મીડિયા ઉપર પોતાનો પક્ષ રાખી રહ્યા છે.

ઉર્વશીએ સુશાંતના ન્યાય માટે ટ્વીટ કરીને કહ્યું હતું: “હકીકતમાં ન્યાય વગર કોઈ શાંતિ ના રહી શકે. સત્ય વિના પણ કોઈ ન્યાય ના થઇ શકે અને કોઈ સચ્ચાઈ પણ ના હો શકે. જ્યાં સુધી કોઈ તમને સત્ય જણાવવા નથી ઉભું થતું. ન્યાયની જીત થશે. સત્યની હંમેશા જીત થાય છે.”

ઉર્વશી પોતાની ફિલ્મોમાં અભિનય માટે ઓછી અને પોતાની સ્ટાઇલ અને સુંદરતા માટે ખુબ જ ઓળખાય છે. હાલમાં જ ઉર્વશીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર ખુબ જ મજેદાર પોસ્ટ શેર કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે તેનો બોયફ્રેન્ડ “ફેબ્રુઆરી 30” જેવો છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.