ખબર

કોરોનાની રસીને લઈને WHOની જાહેરાત, 2022 પહેલા નહિ મળે આ લોકોને રસી

કોરોના વાયરસના સંક્ર્મણ ફેલાવવાની સાથે જ દુનિયાભરના વૈજ્ઞાનિકો રસી શોધવામાં લાગી ગયા હતા. પરંતુ હજુ સુધી કોઈ એવા સમાચાર નથી મળ્યા જે રસી કારગર સાબિત થઇ હોય. WHO દ્વારા પણ વખતો વખત નવા નવા ખુલાસા પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ WHO તરફથી એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.

WHOની મુખ્ય વિજ્ઞાની સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે “એક સ્વસ્થ અને યુવાન વ્યક્તિને કોરોના રસી મેળવવા માટે 2022નાવર્ષ સુધી રાહ જોવી પડી શકે તેવી શક્યતા છે.” આ નિવેદન તેમને સોશિયલ મીડિયા ઇવેન્ટમાં આપ્યું હતું.

Image Source

આ સોશિયલ મીડિયા ઇવેન્ટ દરમિયાન સ્વામીનાથને કહ્યું કે “મોટાભાગના લોકો એ વાત સાથે સહમત છે કે પહેલાં સ્વાસ્થ્યકર્મીઓ કે જેઓ કોરોના સામે લડી રહ્યા છે તેમને રસી આપવી જોઇએ. તો આમા પણ નક્કી કરવું પડશે કે સ્વાસ્થ્યકર્મીઓમાં સૌથી વધારે જોખમ કોને છે? આ સિવાય વૃદ્ધોને પણ જોખમ રહેલું છે.”

Image Source

આ ઉપરાંત સ્વામીનાથને આવનાર એક વર્ષમાં એટલે કે 2021 સુધીમાં કોરોનાની રસી મળી જવાની વાત પણ જણાવી હતી. સાથે તેમને એમ પણ જણાવ્યું કે આ રસી માત્ર સીમિત માત્રામાં જ ઉપલબ્ધ હશે.

Image Source

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી વિવિધ કંપનીઓ દ્વારા કોરોનાની વેક્સીન બનાવી લેવાના દાવા કરવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી એક પણ રસી કારગર સાબિત થઇ નથી. ઘણી રસીઓ પરીક્ષણ દરમિયાન કોઈને કોઈ કારણસર નિષ્ફ્ળ પણ રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.