જાણવા જેવું દિલધડક સ્ટોરી રસપ્રદ વાતો

અંડરવર્લ્ડનો પહેલો બાહુબલી ડૉન જેને એક વાર પણ હાથમાં બંધુક નથી પકડી ન કોઈનું મર્ડર કર્યું… બોલીવુડની આ હિરોઈન પાછળ હતો ગાંડો

આ ડોનનું નામ સાંભળતા જ ગુંડાઓનું પેન્ટ ભીનું થઇ જતું…આજ સુધી કોઈનું કહું નથી કર્યું પણ

આપણે દરેક વ્યક્તિએ ડોન વિશે, અંડરવર્લ્ડ વિશે, અને તેમના બોલિવૂડ કનેક્શન વિશે ઘણું જ સાંભળ્યું હશે. ડોન અને તેના જીવન ઘણા પુસ્તકો પણ લખાયા છે અને ફિલ્મો પણ બની છે. પરંતુ બધા જ ડોન એવા ન હતા કે જે મારકાપ કરતા અને લોકોને લૂંટાતા કે લોકો પાસેથી ખંડણી વસુલતા હતા. એક ડોન એવા પણ હતા કે જેમના જીવન પર બોલિવૂડમાં એક ફિલ્મ બની છે,

જેનું નામ છે ‘વન્સ અપોન આ ટાઈમ ઈન મુંબઈ’. આ ફિલ્મમાં વાત છે ડોન હાજી મસ્તાન વિશે. પરંતુ આ ફિલ્મમાં વાર્તા પ્રમાણે થોડી છૂટછાટ લેવામાં આવી છે. હાજી મસ્તાને મુંબઈ અન્ડરવર્લ્ડને એક નવી ઓળખાણ આપી અને ગ્લેમરને અન્ડરવર્લ્ડ સાથે લાવીને મૂકી દીધું. બાહુબલી માફિયા તસ્કર મસ્તાનને મુંબઈનો પહેલો અન્ડરવર્લ્ડ ડોન માનવામાં આવે છે. હાજી મસ્તાન મિર્જાનો જન્મ તમિલનાડુના કુટ્ટલોરમાં 1 માર્ચ 1926માં થયો હતો.

તેમના પિતા હૈદર મિર્જા એક ગરીબ ખેડૂત હતા. તેમના પરિવારની આર્થિક સ્થિતિ બહુ જ દયાજનક હતી. ઘણીવાર ઘરમાં ખાવા માટે પૈસા પણ નહોતા. ઘરનું ભરણપોષણ બહુ મુશ્કેલીથી તેઓ કરી શકતા હતા. આ મુશ્કેલીનો સામનો કરવા માટે હૈદર નવા કામની શોધમાં શહેર જવાનું વિચારે છે પણ ઘરની તકલીફના કારણે તેઓ ઘર નથી છોડી શકતા.

Image Source

હૈદર મિર્જાના ઘરની હાલત બહુ ખરાબ હતી. અમુક વાર તો ઘરમાં સતત બે દિવસ સુધી ખાવાનું પણ બની શકતું નહોતું. ત્યારે હૈદર મિર્જાએ આખરે બહાર જઈને પૈસા કમાવવાનો નિર્ણય લીધો. વર્ષ 1934માં તેઓ પોતાના દિકરા મસ્તાન મિર્જા સાથે મુંબઈ આવી ગયા. ત્યાં તેઓએ ઘણું કામ કર્યું પણ તેમને સફળતા મળી નહિ. ત્યારબાદ તેઓએ કોફર્ડ માર્કેટ પાસે બંગાળી ટોળામાં એક સાયકલ રીપેરીંગની દુકાન શરુ કરી.

દુકાન ખોલ્યાના ઘણા સમય પછી પણ બહુ કમાઈ થતી હતી નહિ. દુકાને બેઠેલ એ 8 વર્ષનો બાળક એ રસ્તા પર આવતી જતી દરેક મોંઘી મોંઘી ગાડીઓ પર નજર રાખતો હતો. અને તેની સામે રહેલ આલીશાન મકાનોને પણ જોતો હતો. એ નાનકડા બાળકએ ત્યાં જ પોતાનો આલીશાન બંગલો અને મોંઘી ગાડી લાવવાનો નિર્ણય કર્યો.

મુંબઈ આવ્યા પછીના દસ વર્ષે ચાલ્યા ગયા હતા. પણ તેમની પરીસ્થિતિમાં કોઈ ફરક આવ્યો હતો નહિ. આ સમય દરમિયાન મસ્તાનની મુલાકાત એ મુંબઈમાં ગાલિબ શેખ નામના એક વ્યક્તિ સાથે થઇ. તેમને એક હોશિયાર છોકરાની જરૂરત હતી. તેમણે મસ્તાનને જણાવ્યું કે જો તે ડોક એટલે કે જહાજ પર કુલી બનીને કામ કરીને પોતાના કપડાના થેલામાં અમુક વસ્તુઓ સંતાડીને સરળતાથી બહાર લાવી શકે છે.

આના બદલામાં તમને પૈસા મળશે. આની પછી મસ્તાને ૧૯૪૪માં જહાજ પર કુલી તરીકે કામ કરવાની શરૂઆત કરી. તે ત્યાં મન લગાવીને કામ કરવા લાગે છે. આ સમય દરમિયાન તેની મિત્રતા એ ડોક પર કામ કરવાવાળા બીજા લોકો સાથે થાય છે. તે ત્યાં આવવાવાળા દરેક લોકો સાથે સલામી ભરીને વાત કરતો થાય છે.

ચાલીસના દસક દરમિયાન વિદેશથી જે લોકો પોતાની સાથે ઇલેક્ટ્રિક સામાન, મોંઘી ઘડિયાળ, સોનું કે ચાંદી અને દાગીના લઈને આવતા હોય છે. તેમના એ સામાન પર ટેક્સના સ્વરૂપે બહુ મોટી રકમ આપવી પડતી હતી. આજ કારણે ડોક પર તે વસ્તુઓની તસ્કરી કરવી એ સરળ રહેતું હતું. ગાલીબની વાત મસ્તાનની સમજમાં આવી ગઈ હતી.

તેણે આવો મૌકો હાથમાંથી જવા દીધો નહિ અને ચુપચાપ એ તસ્કરોની મદદ કરવા લાગે છે. તસ્કરોએ વિદેશથી લાવેલ સોનાના બિસ્કીટ અને બીજો સામાનએ લાવીને મસ્તાનાને આપતા હતા એ સામાન એ તે પોતાના કપડામાં અને થેલામાં સંતાડીને બહાર લઇ આવતો હતો. તે ત્યાં કુલીનું કામ કરતો હોવાથી તેની પર કોઈ શંકા પણ કરતુ નથી. આ કામ કરવા માટે મસ્તાનને સારા એવા પૈસા મળે છે.

Image Source

ત્યાં કામ કરતા કરતા તેનું જીવન સુધરવા લાગ્યું હતું. તસ્કરોની મદદ કરવાથી તેને ઘણો જ ફાયદો મળી રહ્યો હતો. 1950ના સમયગાળો એ મસ્તાન માટે પથ્થર જેવો સાબિત થયો. 1956માં દમણ અને ગુજરાતનો ફેમસ તસ્કર સુકુર નારાયણ બખીયાના તે સંપર્કમાં આવ્યો. તેમની વચ્ચે મિત્રતા થઇ. બંને સાથે મળીને કામ કરવા લાગે છે.

એ સમયે સોનાના બિસ્કીટ, ફીલીપ્સના ટ્રાન્જિસ્તર અને બ્રાન્ડેડ ઘડિયાળની બહુ માંગ હતી. પણ ટેક્સને કારણે ભારતમાં આ વસ્તુઓ એ લાવવી બહુ મોંઘી પડતી હતી. એટલા માટે તેઓ બંને એ દુબઈથી આ બધો સામાન લાવવાની શરૂઆત કરે છે. આમાં તેમને ઘણો ફાયદો મળે છે. બંનેનું કામ વધવાથી મસ્તાનનું જીવન બદલાઈ જાય છે. એક સામાન્ય કુલી મસ્તાન એ હવે બાહુબલી માફિયા મસ્તાન ભાઈ બની ગયા હતા.

પહેલા મુંબઈ પર વરદરાજન મુડલીયાર ઉર્ફે વર્ધાનું નામ ચાલતું હતું. પણ એ મૈયા ડોન જેવી પોતાની છબી બનાવવા માંગતો નહતો. થોડા સમય પછી વર્ધા એ પરત ચેન્નાઈ ચાલ્યા જાય છે. હવે મુંબઈ અન્ડરવલ્ડની દુનિયામાં ફક્ત એક જ નામ ચાલતું હતું એ છે હાજી મસ્તાન. 1970ના દસકના સમયને આવતા આવતા મુંબઈમાં તે પોતાના અનેક સ્થાન બનાવી ચુક્યો હતો.

તેણે 10 વર્ષમાં મુંબઈમાં બહુ મોટું નામ બનાવી દીધું હતું. સમુદ્ર પર તેનું જ રાજ ચાલતું હતું. મસ્તાન એ જે બનવા માંગતો હતો તેનાથી પણ વધુ તે બની ગયો હતો. હવે તે અમીર હતો અને અને તે શક્તિશાળી પણ હતો. તે સફેદ ડીઝાઇનર સુટ પહેરતો હતો અને મોંઘી મોંઘી ગાડીઓમાં ફરતો હતો. તેના હાથમાં હંમેશા મોંઘી વિદેશી સિગરેટ અથવા સિગાર દેખાતી હતી.

મુંબઈના અન્ડરવર્લ્ડના રાજા કહેવાવાળા હાજી મસ્તાનને બોલીવુડ સાથે પણ સંબંધ હતા. મુંબઈના અમુક ઘરડા લોકો જણાવે છે કે હાજી મસ્તાનને અભિનેત્રી મધુબાલા બહુ પસંદ હતી. તે તેની સાથે લગ્ન કરવા માંગતા હતા. પણ સંજોગોના લીધે એ શક્ય બન્યું નહિ પણ પછી મધુબાલા જેવી લાગતી એક અભિનેત્રી સાથે તેણે લગ્ન કર્યા અને તેનું નામ સોના હતું. સોના માટે તેણે ઘણી-બધી ફિલ્મોમાં પૈસા રોક્યા હતા.

પણ તેની ફિલ્મો બહુ ચાલતી હતી નહિ. તમને જણાવીએ કે દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન, રાજ કપૂર, ધર્મેન્દ્ર, ફિરોજ ખાન અને સંજીવ કુમાર જેવા બોલીવુડ સિતારાએ અનેક વાર હાજી મસ્તાનના ઘરે જોવા મળતા હતા. તે બધાની સાથે તેમને મિત્રતા હતી.

Image Source

મુંબઈમાં મસ્તાન મિર્જાનું નામ એ એટલું મોટું બની ગયું હતું કે તેના માટે પોલીસ અને કાનુન જેવું કશું જ લાગુ પડતું હતું નહિ. 1974માં જયારે પોલીસે પહેલીવાર હાજી મસ્તાનને ગિરફ્તાર કર્યો ત્યારે તેને એક વીઆઈપી જેવી સુવિધા આપવામાં આવી હતી. તેને જેલમાં નહિ પણ એક બંગલામાં નજરકેદ રાખવામાં આવ્યો હતો.

ત્યાં તેમાં તેની માટે બધી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. હાજી મસ્તાનની દરેક જરૂરિયાતને ત્યાં પૂર્ણ કરવામાં આવતી હતી. પોલીસવાળા પણ તેને સલામ કરતા હતા. મસ્તાનએ પોલીસવાળા માટે પણ કામ કરતો હતો તેમને મોંઘી મોંઘી ભેટો આપવી વગેરે તેમાં આવતું હતું. જો કોઈ પોલીસ અધિકારી એ તેનું કહેવું માનતા ન હતા ત્યારે તે અધિકારીની બદલી કરાવી દેતો હતો.

દેશમાં ઈમરજન્સી લાગુ થાય છે એ પહેલાની આ વાત છે. દેશની પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધીને પણ મસ્તાનના સમાચાર મળતા રહે છે. મસ્તાનના વધતા પ્રભાવથી ઇન્દિરા પણ ચિંતિત હતા. તેમના હુકમથી જ પોલીસે મસ્તાનને પકડવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે કોઈની પકડમાં આવતો નથી. પણ ઈમરજન્સી લાગુ કર્યા પછી તરત તેને ગિરફ્તાર કરવામાં આવ્યો હતો.

આ પહેલો એવો દિવસ હતો જયારે મસ્તાને પહેલીવાર કાયદેસર રીતે જેલ જવું પડ્યું હતું. બસ આ જ એ ક્ષણ હતું જયારે તેમના જીવનમાં પરિવર્તન અવાવનું છે. અહિ જેલમાં તેની મુલાકાત જેપી સાથે થાય છે તેમના સંપર્કમાં આવ્યા પછી તેમના જીવનમાં ઘણું પરિવર્તન આવે છે. 18 મહિના જેલમાં વિતાવ્યા પછી જયારે તેઓ બહાર આવે છે ત્યારે તેમના જીવનનો ઉદેશ્ય બદલાઈ ગયો હોય છે. તેમણે આ ગુનાઓની દુનિયાને છોડવાનું મન બનાવી લીધું હોય છે.

Image Source

ઈમરજન્સી સમય દરમિયાન જેલ ગયાના થોડા જ સમય પછી હાજી મસ્તાને તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધીને પોતાને છોડી મુકવા માટે બહુ મોટી રકમ આપવાની ઓફર કરી હતી. પણ તેમણે આ ઓફર સ્વીકારી નહોતી. ઈમરજન્સી પછી જયારે જનતા પાર્ટીની સરકાર બની ત્યારે હાજી મસ્તાન સાથે બીજા 40 લોકોને છોડી મુકવામાં આવ્યા હતા

વાત એમ હતી કે ઈમરજન્સી પહેલા મસ્તાને ઘણા નેતાઓને પોલીસથી બચાવ્યા હતા અને તેમની ભાગવામાં મદદ કરી હતી. એટલા માટે જયારે જનતા પાર્ટીની સરકાર બને છે તો તેના તરફેણમાં અમુક નિર્ણય લેવામાં આવ્યા હતા. આખરે 1980માં હાજી મસ્તાને ગુનાની દુનિયા છોડીને રાજનીતિના રસ્તે નીકળ્યા હતા. 1984 માં મહારાષ્ટ્રના દલિત નેતા જોગીન્દર કાવડેની સાથે મળીને પોતાની પાર્ટી દલિત-મુસ્લિમ સુરક્ષા મહાસંઘ બનાવી હતી. આગળ ચાલીને ૧૯૯૦માં આ પાર્ટીનું નામ બદલીને ભારતીય અલ્પસંખ્યક મહાસંઘ રાખવામાં આવ્યું હતું.

બોલીવુડના સુપર સ્ટાર દિલીપ કુમારે આ પાર્ટીને ઘણો જ સપોર્ટ કર્યો હતો. તેઓ પાર્ટીના અનેક કાર્યક્રમમાં પણ દેખાતા હતા. હાજી મસ્તાનની આ પાર્ટીને પછીથી મુંબઈ, કોલકત્તા અને મદ્રાસની ચુંટણીમાં ભાગીદારી કરી હતી. જાણ્યા મળ્યું છે કે ચુંટણીમાં ભલે પાર્ટીને સફળતા ન મળી પણ આ ચુંટણીમાં કાળા-નાણાનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવ્યો હતો. અને ત્યાં જ ચૂટણીમાં વધારે પૈસા ખર્ચ કરવાની શરૂઆત થઇ હતી.

Image Source

હાજી મસ્તાન મુંબઈનો સૌથી તાકતવર ડોન હતો. પણ એ શક્તિશાળી ડોને તેના જીવનકાળ દરમિયાન કોઈનો પણ જીવ લીધો હતો નહિ. કોઈપણની ઉપર તેણે હુમલો કરાવ્યો હતો નહિ. એટલે સુધી કે તેણે ક્યારેય ગોળી પણ ચલાવી હતી નહિ. આમ છતાં પણ હાજી મસ્તાન એ ગુનાની દુનિયાનું સૌથી મોટું નામ ગણાતું હતું. એ સમય દરમિયાન તેનું નામ એ ફક્ત મુંબઈમાં જ નહિ સંપૂર્ણ મહારાષ્ટ્રમાં ફેમસ હતું.

હાજી મસ્તાન એ સંપૂર્ણ જીવન દરમિયાન લોકોની મદદ કરતા રહે છે. તેણે પોતાનો અંતિમ સમય એ તેણે પોતના પરિવાર સાથે વિતાવ્યો હતો તેમણે તેમના દિકરાને ખોળામાં રાખ્યો હતો. વર્ષ 1994 દરમિયાન હાર્ટએટેકથી તેનું મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ પછી ગુનાની દુનિયાનો એક અધ્યાય સમાપ્ત થયો હતો. આજે પણ મુંબઈમાં તેનું નામ અને તેમના નામના કિસ્સા સંભાળવા મળે છે.