ખબર

25 કરોડનું દાન આપનારા દાતાએ કહ્યું: ” મારું નામ આપશો તો હું દાન નહિ આપું”, ઉમિયા મંદિરમાં કરોડોના દાનના ડગલાં વળ્યાં

આપણા દેશમાં મંદિરો અને સામાજિક સંસ્થાઓમાં દાન આપવા માટે લોકો હંમેશા તટપર રહે છે. કેટલાક સ્થાનો ઉપર આપણે જોયું હશે કે દાન આપનાર વ્યક્તિના નામની તકતી અથવા તો તેમના ફોટો સાથે લખવામાં આવે છે કે એ વ્યક્તિએ આ સંસ્થામાં પોતાનો કેટલો ફાળો આપ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે કેટલાક ગુપ્તદાન કરનારા દાતાઓ પણ હોય છે. આ દાતાઓ લાખો કરોડો રૂપિયાનું દાન બંધ મુઠ્ઠીએ જ આપી દે છે, ના તેમને પોતાનું નામ જાહેર કરવું હોય છે કે ના તેમને કોઈ પ્રસિદ્ધિની પડી હોય છે તેમને તો તેમના હાથે સેવાકીય કાર્ય થાય એજ મોટી વાત છે.

આવા જ એક દાતા ઉમિયા મંદિરના નિર્માણ માટે આગળ આવ્યા છે, જેમને આ ભવ્ય મંદિરના બાંધકામ માટે 25 કરોડનું દાન આપતા પહેલા જ શરત મૂકી હતી કે “મારુ નામ આપશો તો હું દાન નહિ આપું”. પોતાનું નામ જાહેર કર્યા વગર જ આ દાતાએ 25 કરોડનું ગુપ્તદાન આપી દીધું છે.

Image Source

જાસપુરમાં વિશ્વનું સૌથી ઊંચું ઉમિયા મંદિર બનવા જઈ રહ્યું છે. જેની ઊંચાઈ 431 ફૂટ રાખવામાં આવશે। આ મંદિરનું સંચાલન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 4 વર્ષમાં આ મંદિરના બાંધકામ માટે ટ્રસ્ટમાં 511 કરોડ રૂપિયાનું કુલ દાન એકત્ર પણ થઇ ગયું છે. મંદિરના શિલાન્યાસ સમારંભમાં કુલ 125 કરોડ રૂપિયા એકત્ર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો, જેમાં 40 કરોડ ખૂટી રહ્યા હતા ત્યારે જાહેરાત કરતા એક દાતાએ 25 કરોડનું દાન લખાવ્યું, આ દાન આપતા પહેલા જ દાતાશ્રીએ સંસ્થાના ચેરમેન આર.પી. પટેલ સમક્ષ શરત મૂકી હતી કે: “હું 25 કરોડ રૂપિયાનું દાન આપું પરંતુ મારું નામ ક્યાંય જાહેર થવું ના જોઈએ અને જો નામ જાહેર કરવાના હોય તો મારે દાન નથી આપવું.” ચિરમને તેમની વાત સ્વીકારી અને નામ જાહેર નહિ કરવાની શરત કાબૂલીને 25 કરોડનું દાન સ્વીકાર્યું હતું.

વિશ્વના સૌથી ઊંચા 411 ફૂટ ઊંચા મંદિરના નિર્માણ માટે થનારો કુલ ખર્ચ એક હજાર કરોડ રૂપિયાની આસપાસ છે જેમાં અત્યાર સુધી 511 કરોડ રૂપિયાનું દાન એકત્ર થઇ ગયું છે. શિલાન્યાસ સમારોહ દરમિયાન જ 140 કરોડ રૂપિયાનું દાન એકત્ર થઇ ગયું હતું.

Image Source

મંદિરના શિલાન્યાસ સામે એવી જાહેરાત કરવામાં આવી હતી કે 500 કરોડમાં હજુ 140 કરોડનું દાન ખૂટે છે ત્યારે માત્ર 24 જ કલાકમાં દાનનો આંકડો 511 કરોડ સુધી પહોંચી ગયો હતો. આ પહેલી એવી ઘટના હશે જ્યાં એક જ મંચ ઉપરથી એક જ સમયે એક હજારથી લઈને કરોડો સુધીનું દાન એકત્ર થયું હશે એની સમાજ દ્વારા એક જ મંચ ઉપર એક હાજરીથી લઈને કરોડોનું દાન આપનાર દાતાશ્રીઓનું સન્માન એક સરખી રીતે કરવામાં આવ્યું હતું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.