ટ્રેન એક અંગ્રેજી શબ્દ છે, જેને આપણે સામાન્ય રીતે હિન્દી અને ગુજરાતીમાં પણ ટ્રેન જ કહીએ છીએ. કોઈક વાર આપણે તેને રેલગાડી પણ કહીએ છીએ અને જયારે કોલસાથી ચાલતી ટ્રેન હતી એ સમયે તેને આગગાડી પણ કહેતા હતા.
આ ટ્રેન્સ એન્જીનથી ચાલે છે, જે ટ્રેનની સૌથી આગળ લાગ્યું હોય છે. જે પાછળ લાગેલા ડબ્બાઓને ખેંચે છે. કોઈક ખાસ કિસ્સાઓમાં એન્જીન ટ્રેનની આગળ અને પાછળ બંને તરફ લાગેલા હોય છે. બાળપણથી લઈને આજ સુધીમાં આપણે કેટલીય વાર ટ્રેનમાં મુસાફરી કરી ચુક્યા હોઈશું, પણ છતાં આજ સુધી એક વસ્તુ પર આપણું ધ્યાન ગયું તો હશે પણ એનો અર્થ આપણને ખબર નહિ હોય.

હવે તમે વિચારી રહ્યા હશો કે ભલા એવી તે વળી કઈ વસ્તુ છે, જેના પર તમે નજર જ નથી કરી. યાત્રાના સમયે તમે જોયું હશે કે દરેક ટ્રેઈનના ડબ્બા ઉપર એક નંબર લખેલો હોય છે, પણ ક્યારેય વિચાર્યું છે કે કેમ? આ નંબર એમ જ નથી હોતો, પણ ખાસ કારણને લીધે લખવામાં આવે છે. આવો તો જાણીએ ક્યા કારણથી ડબ્બાઓ પર અલગ-અલગ રીતે નંબર લખવામાં આવે છે.
જણાવી દઈએ કે ટ્રેનના ડબ્બા પર પાંચ આંકડાનો નંબર લખેલો હોય છે. જેનો એક અર્થ થતો હોય છે. પણ એ ક્યાં આંકડાથી શરુ થાય છે, આ ટ્રેનનો અર્થ એના પર જ નિર્ભર હોય છે. જો ટ્રેનનો પહેલો નંબર 0 થી શરુ થતો હોય છે, તે સ્પેશીયલ ટ્રેન હોય છે. જેમ કે દિવાળી, હોળી જેવા તહેવારો પર જે ખાસ ટ્રેન શરુ કરવામાં આવે છે તે ટ્રેન્સના નંબર 0થી શરુ થતા હોય છે.

જો વાત કરીએ AC ટ્રેનની તો, તેના નંબરની શરૂઆત 1 થી થાય છે, તેના સિવાય નંબર 2 વાળી ટ્રેન વધુ લાંબા સફર માટેની હોય છે. 3 નંબરવાળી ટ્રેન કોલકતા સબ અર્બન ટ્રેનના વિશે જણાવે છે. 4 નંબરવાળી ટ્રેનથી ચેન્નઈ, નવી દિલ્લી, સિકન્દરાબાદ સહીત અન્ય મેટ્રો સીટીની જાણ થાય છે.
નંબર 5 કન્વેન્શનલ કોચવાળી પેસેન્જર ટ્રેન હોય છે. 6 નંબરથી એ જાણ થાય છે કે તે મેમુ ટ્રેઈન છે. સાથે જ 7 નંબર ડુએમયુ અને રેલકાર સર્વિસ માટે હોય છે. 8 નંબર આરક્ષીત સ્થિતિ વિશે જણાવે છે અને 9 નંબર મુંબઈ ક્ષેત્રની સબ-અર્બન ટ્રેન વિશે જણાવે છે.

હવે પછી ટ્રેનથી સફર કરવા માટે નીકળો, તો નંબર જોઇને અંદાજો લગાવી શકશો કે આ કઈ ટ્રેન છે. આ જાણકારી તમારા મિત્રો, પરિવારજનો વગેરેને પણ આપો જેથી તેઓને પણ આ બાબતની સાચી જાણકારી મળી શકે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks