ખબર

લક્ઝુરિયસ 30 લાખના Harley Davidson બાઈકને ટ્રાફિક પોલીસે કેમ ફટકાર્યો મેમો? ચોંકાવનારું કારણ છે

દેશભરમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ ભારે દંડ લાગવાના વિવિધ કેસો સામે આવી રહ્યા છે. ક્યારેક બાઇક સવારને સીટ બેલ્ટ ન પહેરવા માટે, અથવા કાર ચાલકને હેલ્મેટ ન હોવાના કારણે તેમનું ચલણ ફાડવામાં આવી રહ્યું છે. એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં દિલ્હી ટ્રાફિક પોલીસે એક એવા વ્યક્તિનો મેમો ફાડી દીધો એક જેની પાસે ઈમ્પોર્ટેડ બાઇક હતી અને દિલ્હી પોલીસને તે બાઈક સમજમાં ન આવી.

પોલીસે આ બાઇક સવારનો મેમો એટલા માટે ફાડ્યો કારણ કે તે તેની લક્ઝરી બાઇક હાર્લી ડેવિડસન ચલાવતા સમયે સંગીત સાંભળી રહ્યો હતો. વાત એમ છે કે દિલ્હીના પશ્ચિમ વિહારમાં રહેતા રાઘવ સ્વાતિ પૃથીએ એક મહિના પહેલા હાર્લી ડેવિડસનની લક્ઝરી બાઇક રોડ ગ્લાઇડ સ્પેશિયલ ખરીદી હતી, જેની કિંમત 30 લાખ રૂપિયા હતી. આ બાઇકની વિશેષતા એ છે કે તેમાં ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં સ્ટાન્ડર્ડ બિલ્ટ-ઇન Boom! Box GTS ઓડિયો સિસ્ટમ પ્રદાન આપવામાં આવી છે.

Image Source

આ ઘટનાને ફેસબુક પર શેર કરતાં રાઘવે લખ્યું છે કે તે 14 સપ્ટેમ્બરના રોજ સવારે 11.40 વાગ્યે પોતાની બાઇકથી તિલક નગર તરફ જઈ રહ્યો હતો અને હેલ્મેટ પણ પહેરી હતી, અને તે બાઇક પર 30 ટકા વોલ્યુમ પર ગ્લાઇડ મ્યુઝિક સિસ્ટમની કેટલીક ધૂન સાંભળી રહ્યો હતો. ગ્રીન લાઈટ થતા જ તેણે પોતાની બાઈક આગળ વધારી તો પોલીસની ગાડીએ તેમણે રોકી લીધા. એક પોલીસ કર્મચારીએ તેને રોક્યો અને લાઇસન્સ બતાવવા કહ્યું. આ પોલીસકર્મીએ તેને કહ્યું કે તિલક નગર પોલીસ સ્ટેશનના એસીપી કારમાં બેઠા છે અને બાઇકના કાગળો લઈને પોલીસ સ્ટેશન આવવાનું કહ્યું. રાઘવે લખ્યું, મેં એક નાગરિક હોવાના નાતે એવું જ કર્યું જેવું મને કહેવામાં આવ્યું.

આગળ રાઘવે લખ્યું કે હું અંદર ગયો કે તરત જ તે લોકોએ મારા પર બૂમો પાડવા લાગ્યા અને મને કહ્યું કે તમે કઈ રીતે એવી બાઇક ચલાવી શકો છો જેમાં સ્પીકર લાગ્યા હોય, આ બાઇક મોડીફાઇડ છે અને આ એક્સેસરીઝ બહારથી લગાવી છે. રાઘવે કહ્યું કે આ પ્રી-ઇન્સ્ટોલ કરેલી ઓડિયો સિસ્ટમ બાઇક છે, આ બુલેટ નથી.

રાઘવએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તિલક નગરના એસીપી અને એસઆઈ તેમની વાત પર અડેલા રહયા જે આ એક ગેરકાયદેસર બાઇક છે અને તેને ચલાવી ન શકાય. રાઘવે તેમને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો, સાથે સાથે હાર્લીની વેબસાઇટ પર ગ્લાઇડના પ્રોડક્ટ પેજની સ્પેસિફિકેશન પણ બતાવી અને કહ્યું કે આ ઓરીજનલ બાઇક છે અને તેણે કોઈ મોડિફિકેશન નથી કરાવ્યું. પરંતુ પોલીસવાળા અડેલા જ રહયા અને તેમના બાઇકને ગેરકાયદેસર ગણાવતા બાઇક ઉપર મોટેથી સંગીત સાંભળવા માટે નહીં, પણ સંગીત સાંભળવા માટે તેમનો મેમો ફાડ્યો.

રાઘવે તેની બાઇક ગઈ 22 ઓગસ્ટે જ રજીસ્ટર કરાવી હતી. રાઘવે લખ્યું કે દસ્તાવેજ બતાવવા છતાં મારો મેમો ફાડવામાં આવ્યો. પોલીસવાળાએ કહ્યું કે આ મેમો બાઈક પર મોટેથી સંગીત સાંભળવા માટે નહિ પણ સંગીત સાંભળવા માટે ફાડવામાં આવ્યો છે. તેને લખ્યું કે ત્યારે પોલીસે તિલકનગર પાસે તેને રોક્યો ત્યારે તેનું સિસ્ટમ વોલ્યુમ 30 ટકા હતું, અને પછી જયારે પોલીસ સ્ટેશન લઇ ગયા તો ત્યાં ફૂલ વોલ્યુમ કરીને એક વિડીયો બનાવ્યો અને પછી મેમો ફાડ્યો. આવું રાઘવે પોતાની પોસ્ટમાં લખ્યું છે. રાઘવ પર મોટર વ્હીકલ (સુધારો) અધિનિયમ, 2019 હેઠળ દંડ ફટકારવામાં આવ્યો હતો, જે 1 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે.

હાર્લી-ડેવિડસનનું કહેવું છે કે સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ એક્ટ, કોઈ પણ મોટરસાયકલમાં સ્ટાન્ડર્ડ લાગેલા મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાદતો નથી. જો કે, નિયમ કહે છે કે સંગીતનો અવાજ 80 ડીબીના સ્તરથી વધુ ન હોવો જોઈએ. ઉપરાંત, નો-હોર્ન ઝોન, હોસ્પિટલો અને શાળાઓ નજીક સંવેદનશીલ સ્થળોએ બાઇક પર સંગીત વગાડવું એ નિયમોનું ઉલ્લંઘન છે. ગ્લાઇડમાં લાગેલું મ્યુઝિક સિસ્ટમ સીબીયુ માર્ગ દ્વારા ભારત લાવવામાં આવે છે અને યુરો પ્રકારનાં નિયમોને પૂર્ણ કરે છે અને આવા વાહનો ભારતમાં રજીસ્ટર કરાવી શકાય છે.

જણાવી દઈએ કે હાર્લી ડેવિડસન રોડ ગ્લાઇડ 1868 સીસી એન્જિનથી સજ્જ બાઇક છે. 22.7 લિટર ફ્યુઅલ ટેન્ક ક્ષમતાવાળા, આ બાઇક 3,000 RPM પર 163 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકમાં 25 વોટનાં 2 સ્પીકર્સ પ્રી-ઇન્સ્ટોલ હોય છે જે MP3, એસડી કાર્ડ, ફ્લેશ ડ્રાઇવ, યુએસબી અને બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે આવે છે. બાઇકની પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત 33,53,000 રૂપિયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.